UAEએ શનિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગલ્ફ રાષ્ટ્રો યુદ્ધ પછી ગાઝામાં ભાવિ સરકારને મદદ કરવામાં સામેલ થઈ શકે છે.
દુબઇ,
“હું જ દર્દ આપીશ અને હું જ દવા કરીશ” જેવો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો ગાઝાના નવીનીકરણ અને સંચાલન અંગેનો દાવો યુએઈએ ફગાવી નાખ્યો છે. આ વાત ત્યારે સામે આવી છે કે, જયારે ભારત સહિત ૧૪૩ દેશોએ પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બનવા માટે સમર્થન આપ્યું છે. હું એકલો પણ ઇઝરાયેલ માટે લડતો રહીશ જેવી વાત કરતા જ નેતન્યાહુના દુનિયાના દેશો વિચારી રહ્યા છે કે, તેઓ ઇઝરાયેલમાં પણ એકલા નથી પડી ગયા ને..?
મળતા સમાચારો મુજબ યુએઈએ શનિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગલ્ફ રાષ્ટ્રો યુદ્ધ પછી ગાઝામાં ભાવિ સરકારને મદદ કરવામાં સામેલ થઈ શકે છે. UAE ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનોની નિંદા કરે છે. “UAE ભારપૂર્વક કહે છે કે, ઇઝરાયેલના વડા પ્રધાન પાસે આ પગલું ભરવાની કોઈ કાનૂની ક્ષમતા નથી અને UAE ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની હાજરી માટે કોઈપણ યોજનામાં સાથ આપવાનો ઇનકાર કરે છે,”
યુએઈના શેખ અબ્દુલ્લાએ કહ્યું કે, UAEએ પેલેસ્ટિનિયન સરકારને ટેકો આપવા માટે તૈયાર રહેશે જે પેલેસ્ટિનિયન લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરે જેમાં તેમની આઝાદીનો પણ સમાવેશ થાય છે. નેતન્યાહુના મંત્રીમંડળના અગ્રણી સભ્યોએ સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાષ્ટ્રના વિચારને નકારી કાઢ્યો છે અને નેતન્યાહુએ કહ્યું છે કે, ઇઝરાયેલને યુદ્ધ પછી ગાઝા પર સુરક્ષા નિયંત્રણ જાળવી રાખવાની જરૂર પડશે માટે ગાઝાનું સંચાલનમાં પણ તેમનો હસ્તક્ષેપ રહેશે જયારે પેલેસ્ટિનિયનો કબજે કરેલા ગાઝામાં સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપના કરવાની આશા રાખે છે જેને UAE સમર્થન આપે છે.