“સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ” : સિવિલ ડિફેન્સ, કારંજ ડિવિઝન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ,૯
“સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ” નિમિત્તે કારંજ ડિવિઝન સિવિલ ડિફેન્સ દ્વારા રિપબ્લિક હાઈસ્કૂલના સહયોગથી ૯ મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સોમવારે સવારે ૧૧ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા ગુજરાતના DYSP એ. એ. શેખ અને ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયાએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં તેમની સાથે ડેપ્યુટી ચીફ વોર્ડન બ્રિજેશભાઈ શાહ, જયેશભાઈ વેગડા, આલોક રોય, રિપબ્લિક હાઈસ્કૂલના આચાર્ય રફીક ભાઈ કોઠારીયા, દાણીલીમડા ડિવિઝન વોર્ડન મકસુદ ભાઈ મલેક, કારંજ ડિવિઝન વોર્ડન બિલાલભાઈ લુહાર, મારિયા ફાઉન્ડેશનના ફરીદા બેન ઘાંચી, સલીમભાઈ ઘાંચી, સહિત વોર્ડનો, સામાજિક કાર્યકરો, વિધાર્થીઓ પણ જોડાયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્થાનિક સિવિલ ડિફેન્સના વોર્ડન મિત્રો પણ સહભાગી બન્યા હતા.