અમદાવાદ,તા.૧૯
“કલમની કળાને આજે સન્માન મળ્યું,
શબ્દોના સાહસને આકાશ મળ્યું,
મહેનતની શાહીને આજે નામ મળ્યું,
આજ એ પ્રયત્નને પુરસ્કાર મળ્યું..!”
“એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ” (AMP)ના આયોજન હેઠળ, ક્રીસેન્ટ હાઈસ્કૂલ, સરખેજ ખાતે બપોરના સત્રમાં એવોર્ડ સમારોહનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં દર વર્ષની જેમ વર્ષ 2024 માં પણ રાજ્યભરના શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર 40થી વધુ મહાનુભાવોને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, મદ્રસા અને સ્કીલ ઇન્સ્ટિટ્યૂટમાં સેવારત શ્રેષ્ઠ શિક્ષક, પ્રોફેસર, પ્રિન્સિપાલ, આલીમ ભાઇઓ તેમજ શ્રેષ્ઠ કાર્ય કરનાર સંસ્થાઓ તથા સમાજમાં પોતાના કાર્યો પ્રયાસો અને વિચારો થકી પરિવર્તન લાવનાર ચેન્જમેકર્સ મહાનુભાવોને પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે રિટાયર્ડ આઈ.જી. જનાબ અનારવાલા સાહેબ (IPS) તેમજ અતિથિ વિશેષ જનાબ દાનિષ દેહલીવાલા (ફાઉન્ડર, જેન્યુન હેલ્પ ફાઉન્ડેશન), તથા સમાજસેવક જનાબ બાબુભાઈ ટાઢા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
બાબુભાઈ ટાઢા , અનારવાલા સર, ઉવેશભાઈ સરેશવાલા તથા મુફતી સાજીદ ફલાહી સાહેબ તેમજ પ્રોફેસર નિશાર અહેમદ સાહેબને ચેન્જ મેકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા.
જનાબ બાબુભાઈ ટાઢા તરફથી મોડાસામાં ૧૦થી વધુ સ્કૂલ, કોલેજ હોસ્પિટલ તથા અન્ય સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કઈ રીતે કરવામાં આવી તે વિશે જાણ કરવામાં આવી હતી.
અનારવાલા સાહેબ તરફથી યુવાનોને હકારાત્મક વિચાર દ્વારા સાથે સમાજ માટે શ્રેષ્ઠ અર્પણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
દાનિયલભાઈ દહેલી વાલાએ સંગઠનનો શું ફાયદો છે તેના વિશે પોતાના અનુભવ રજૂ કર્યા હતા.
ઉવેશભાઈ સરેશવાલાએ જણાવ્યું હતું કે, દુન્યવી રીતે હું ખુશ છું સાથે આખીરતની ફિકરમાં કોઈ કમી આવવી જોઈએ નહીં તો જ અસલ કામયાબી ગણી શકાશે.
પ્રોફેસર નિશારઅહેમદ સાહેબે યુવાનોએ વધુમાં વધુ સમય સંગઠિત થઈને સમાજ વિકાસના કાર્યો માટે આપવો જોઈએ તેમ જણાવ્યું હતું.
ઈદરીસ મુસા તરફથી એએમપી 2024ના સિદ્ધિઓ અને 2025ના ધ્યેય વિશેની માહિતી આપવામાં આવી હતી. તેમજ સમાજના દરેક વર્ગના લોકો દ્વારા સાથે મળીને કામ કરવામાં આવે તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમની સફળતા માટે AMPના લીડર્સ અને સભ્યોનું વિશેષ યોગદાન રહ્યું હતું.
AMP, સેન્ટ્રલ ટીમ મેમ્બર : જનાબ ઇમ્તિયાજ શેખ (NGO Connect)
AMP, ગુજરાત ક્લસ્ટર હેડ : જનાબ ડૉ. સોહેલ કાદરી (અમદાવાદ)
AMP, ગુજરાત સ્ટેટ એક્ઝિક્યુટિવ ટીમ : પ્રોફેસર કનેક્ટ – જનાબ પ્રો. કાશિફ અબ્બાસી (અમદાવાદ)
EAC (એમ્પ્લોયમેન્ટ આસિસ્ટન્ટ સેલ) – જનાબ સીરાજ ખલીફા (અમદાવાદ)
AMP, અમદાવાદ શહેર ચેપ્ટર હેડ : જનાબ નઝીરભાઈ પટેલ
અમદવાદ શહેર ચેપ્ટરના તમામ સભ્યો, જેમણે ટીમવર્ક દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સુમૈયા હસીબ – હેડ – એએમપી વિમેન્સ વિંગ ગુજરાત, સોફિયા વોહરા- સ્ટેટસ સેક્રેટરી – એએમપી વિમેન્સ વિંગ ગુજરાતની પણ આ કાર્યક્રમમાં વિશિષ્ટ હાજરી રહી હતી.
આ એવોર્ડ સમારોહની AMP ગુજરાત દ્વારા શિક્ષણ, સમાજસેવા અને પરિવર્તન લાવનારા મહાનુભાવોને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની દિશામાં એક વિશિષ્ટ પગલું સાબિત થયું છે.
— AMP, ગુજરાત સ્ટેટ ટિમ