Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નલિયામાં ફરી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે સરક્યો

અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું, તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો

અમદાવાદ,તા.૨૦
હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે. જાે કે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જાેર વધશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે. અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો છે. ૯.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.


ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન ?

અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન
ડીસામાં ૧૨.૦ ડિગ્રી તાપમાન
વડોદરામાં ૧૪.૬ ડિગ્રી તાપમાન
સુરતમાં ૧૬.૨ ડિગ્રી તાપમાન
ભુજમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન
કંડલામાં ૧૩.૦ ડિગ્રી તાપમાન
અમરેલીમાં ૧૪.૦ ડિગ્રી તાપમાન
પોરબંદરમાં ૧૪.૦ ડિગ્રી તાપમાન
રાજકોટમાં ૧૧.૮ ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં ૧૪.૪ ડિગ્રી તાપમાન
મહુવામાં ૧૪.૬ ડિગ્રી તાપમાન
કેશોદમાં ૧૨.૫ ડિગ્રી તાપમાન

(જી.એન.એસ),