Safeer News

Breaking News from Ahmedabad

Safeer news
અમદાવાદ

ધોરણ ૧૦ અને ૧૨માં પાસ થનાર વ્હાલા દીકરા-દીકરીઓને અભિનંદન : “સફીર” ન્યુઝ

અમદાવાદ,તા.૧૧

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે.  ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે.

“સફીર” ન્યુઝ પેપર ધોરણ ૧૨ અને ૧૦માં પાસ થનાર વ્હાલા દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવે  છે. તમો આગળ પણ  ખૂબ સારી કારકિર્દીનું નિર્માણ કરી માં, બાપ, શિક્ષકો અને સમાજની અપેક્ષાઓને પૂરી કરી દેશના ઉજ્જવળ ભવિષ્યના સાક્ષી બનો એવી શુભેચ્છાઓ.

જે બાળકોનું પરિણામ અપેક્ષા મુજબ નથી આવ્યું, એ પણ આ દેશના ભવિષ્યના નિર્માતા છે જ, માટે આપનું પરિણામ ઉપર વાળાએ કોઈ બીજા કામ માટે કે, વધુ સારી રીતે આગળ વધવા માટેની અન્ય કોઈ તક આપને મળી છે, કોઇએ પણ નિરાશ થવું નહિં. જીવનની આ કોઈ છેલ્લી પરીક્ષા નથી તેથી પ્રયાસ કરતા રહો અને આશાવાદી રહો.