મહેસાણા,તા.૨૫
મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ કરી છે.
રિમાન્ડ પર રહેલો દિવ્યેશ પટેલ ઉર્ફે જાેની પોલીસને એક જ વાત કહી રહ્યો છે કે, તમામ વ્યક્તિ પકડાઈ ગયા છે અને જેલમાં છે. ડોમેનિકાથી અમેરિકા જઈ રહેલા લોકોને સ્થાનિક પોલીસે પકડી લીધા હતા અને સેન્ટ માર્ટિસ જેલમાં પૂર્યા છે. બીજી તરફ પોલીસે નવ વ્યક્તિનું શું થયું અને શું સ્થિતિમાં છે તે જાણવા CID મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછળના જેલમાં પૂર્યા છે. બીજી તરફ પોલીસે નવ વ્યક્તિનું શું થયું અને શું સ્થિતિમાં છે તે જાણવા CID મારફતે ફ્રાન્સ એમ્બેસીને રિપોર્ટ કર્યો છે. જેમાં પાછળના કેટલાક મહિનામાં ભારતના કોઈ નાગરિકોને પકડવામાં આવ્યા છે કે, નહીં તેની જાણકારી માગવામાં આવી છે. જાે કે, અમદાવાદનો મુખ્ય એજન્ટ મહેન્દ્ર પટેલ ઉર્ફે એમડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.