(રીઝવાન આંબલીયા)
અમદાવાદ, બરોડા, ભૂજ, મુંબઈ, રાજકોટ, સુરેન્દ્રનગર , રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ શબ્દોની હરિફાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૭/૫/૨૦૨૪
અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સહુ પ્રથમ શબ્દોની હરિફાઈના સંચાલક દિનકરભાઈ જાની , નિસર્ગભાઈ વ્યાસ, દક્ષાબેન ઠાકર, નલિનીબેન પંડ્યા, મહેશભાઈ રાવલ, સોનલબેન જાની તેમજ પ્રિયાશું જાની હાજર રહ્યા હતા અને દિનકરભાઈ દ્વારા કેક કાપીને આ શુભ પ્રસંગે સહુનાં મોઢા મીઠાં કરાવ્યા હતા. ત્યારબાદ શબ્દોની હરિફાઈની ઉજવણીના ભાગરૂપે કવિ સંમેલનની શરૂઆત કરાઈ હતી.
આ કવિ સંમેલનનું સંચાલન દિનકર ભાઈ જાનીએ કર્યું હતું અને નિસર્ગ વ્યાસ, દક્ષાબેન ઠાકર, નલિનીબેન પંડ્યા, મહેશ રાવલ દ્વારા ખૂબ સુંદર કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું.
બરોડા ખાતે તિલક આરતી કરીને શબ્દોની હરિફાઈના સંચાલક દિનકર જાની “રંગીન કાગડો” અને સાથીદારોનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. સંચાલક દિનકર ભાઈ દ્વારા દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શબ્દોની હરિફાઈના આ કાર્યક્રમમાં બરોડાના આવની દવે, મિનાક્ષી ત્રિવેદી, દિપાબેન જોષી, ભાવનાબેન જોશી, યોગેશભાઈ વ્યાસ, અતુલભાઈ દવે બરોડાના અન્ય સભ્યો વગેરે સભ્યો પરિવાર સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં અમદાવાદથી દિનકરભાઈની સાથે નિસર્ગ વ્યાસ, દક્ષાબેન ઠાકર, મહેશ રાવલ, સુનિતાબેન વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. શબ્દોની હરિફાઈના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કવિ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દિનકરભાઈ જાની “રંગીન કાગડો” અવની દવે, મિનાક્ષી, ત્રિવેદી, દિપાબેન જોષી, ભાવનાબેન જોશી, યોગેશભાઈ વ્યાસ, અતુલભાઈ દવે , નિસર્ગ વ્યાસ, દક્ષાબેન ઠાકર, મહેશ રાવલ, વગેરે જેવા તમામ સભ્યો એ સરસ મજાની કવિતાઓનું પઠન કરી વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું હતું.
શબ્દોની હરિફાઈના સંચાલક દિનકરભાઈ જાની દ્વારા આ કવિ સંમેલનમાં ભાગ લેનાર દરેક સભ્યોને સર્ટિફિકેટ અને મોમેન્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જ્યારે મુંબઇ ખાતે શબ્દોની હરિફાઈના રાગિણીબેન શુક્લ, કલ્પેશભાઈ વ્યાસ વગેરે જેવાં તમામ સભ્યોએ ઘરને સુશોભિત કરી અને કેક કાપીને આ શુભ પ્રસંગની ઉજવણી કરી હતી.
આ શુભ પ્રસંગે ઉપસ્થિત ન રહી શકનાર સભ્યો દ્વારા પણ અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પલક પંડ્યા દ્વારા પરિવાર સાથે પાણીપુરીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે કચ્છના તૃપ્તિ જોશી દ્વારા મખનાના લાડુ ભગવાનને પ્રસાદરૂપે ધરાવીને તેમજ સપના જોશી દ્વારા કાવ્ય પઠન કરીને તથા કલ્પના ત્રિવેદી, અરુણા ત્રિવેદી, ભાવના ભટ્ટ, શ્રદ્ધા ભટ્ટ દ્વારા શુભેચ્છા વિડિયો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
શબ્દોની હરિફાઈ દ્વારા આગામી સમયમાં ઘણા બધાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.