“સેવ હ્યુમેનિટી” એનજીઓ દ્વારા ૯થી ૨૪ વર્ષની દિકરીઓ માટે નિ:શૂલ્ક આત્મરક્ષા તાલિમ કેન્દ્રની શરૂઆત
(રીઝવાન આંબલીયા)
આપની દિકરીને બનાવો આત્મનિર્ભર મર્દાની, “પપ્પાની પરી માંથી પપ્પાની શેરની”
અમદાવાદ,17
શહેરના નિકોલ ખાતે “સેવ હ્યુમેનિટી” એનજીઓ (NGO)ના પ્રમુખ પૂનમ બેન પાંચાણી દ્વારા આયોજિત નિ:શૂલ્ક આત્મરક્ષા તાલિમ કેન્દ્રમાં ૯થી ૨૪ વર્ષ સુધીની દિકરીઓ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે.
અન્ય કોઈ પરિવારની દિકરી કે, બહેન સાથે ફરીવાર નિર્ભયા જેવી ઘટના ન બને તેના પ્રયાસરૂપે ફિઝીકલ ટ્રેનિંગ, સાયબર સેફ્ટી ટ્રેનિંગ, ગુડ/બેડ ટચ ટ્રેનિંગ આપવામાં આવે છે.
“સેવ હ્યુમેનિટી” એનજીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, આપના પરિવાર, સોસાયટી તથા વિસ્તારની દિકરીઓ તથા બહેનોનું રજીસ્ટ્રેશન કરાવી તાલિમ અપાવી આત્મનિર્ભર બનાવવા સહભાગી થવા વિનંતી કરવામાં આવી છે.
આપની દિકરીને બનાવો આત્મનિર્ભર મર્દાની, “પપ્પાની પરી માંથી પપ્પાની શેરની”
અત્યાર સુધી “સેવ હ્યુમેનિટી” એનજીઓમાં કુલ 316 દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૧ મહિના માટે બપોરે ૩થી ૫ના સમયે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ભક્તિ સર્કલ પાસે, નિકોલ, ખાતે ટ્રેનીંગ આપવામાં આવે છે.
આ એનજીઓ દ્વારા 316 જેટલી દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી છે, તેમજ તમામ દીકરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું તથા તેમના વપરાશ માટેના લાભની પણ માહિતી આપવામાં આવી હતી, જેથી હાયજેની કાળજી લઇ શકે.
(Photography by : Yogesh Panchal)