Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભરૂચ : એમિક્સ સ્કૂલમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન થતાં હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા

RTEના વિદ્યાર્થીઓને શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં આવતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે.

ભરૂચ,તા. ૧૦
ભરૂચની એમિક્સ સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવભર્યું વર્તન અપનાવાતું હોવાના આક્ષેપ સંદર્ભે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે.

એમિક્સ સ્કૂલમાં એસી કલાસરૂમ છે પણ આર.ટી.ઈ (RTE)ના વિદ્યાર્થીઓને નોન એસી ક્લાસમાં અલગથી બેસાડવામાં આવે છે. આ ઉપરાંત શાળાની અન્ય પ્રવૃત્તિઓથી અલગ રાખવામાં આવતા હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા હતા.

આ આખા મામલે શાળાનો બચાવ છે કે, દિલ્લી હાઇકોર્ટે એસીનો ખર્ચ વાલીઓને ઉઠાવવા જણાવ્યું છે તેને આધાર બનાવી આર.ટી.ઈના બાળકોને અલગ બેસાડવામાં આવ્યા છે. પણ આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે.

 

(જી.એન.એસ)