(Rizwan Ambaliya)
આ ફિલ્મમાં શ્રેષ્ઠ જોડી અનંગ દેસાઈ તથા રાજીવ મહેતાની ‘ખીચડી’ અને ‘અકબર બીરબલ’ સીરીયલ તથા ખીચડી ફિલ્મના કલાકારો છે.
શહેરના એન.વાય થિયેટર ખાતે ગુજરાતી ફિલ્મ ‘માલિકની વાર્તા’નું પ્રીમિયર યોજાયું હતું. જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો અનંત દેસાઈ, રાજીવ મહેતા, મોનાલ ગજ્જર, હિતુ કનોડિયા, સુનિલ વીશ્રાણી, ચેતન દૈયા, ઠાકર, મલ્હાર ઠાકર, મોના થીબા કનોડીયા તથા આમંત્રિત મહેમાનો પણ હાજર રહ્યા હતા. એક સુંદર માહોલ સાથે આ ફિલ્મ લોકોએ માણી હતી.
આ ફિલ્મમાં શ્રેષ્ઠ જોડી અનંગ દેસાઈ તથા રાજીવ મહેતાની ‘ખીચડી’ અને ‘અકબર બીરબલ’ સીરીયલ તથા ખીચડી ફિલ્મના કલાકારો છે. એમની જબરદસ્ત કેમેસ્ટ્રી આ ફિલ્મોમાં પણ જોવા મળશે. એસીપીના પાત્રમાં હિતુ કનોડિયા છે. મોનાલ ગજ્જર છે, સસ્પેન્સ અને રોમાન્સનું એક સરસ કોમ્બિનેશન છે. ફિલ્મ માણવાની અવશ્ય મજા આવશે.
અગાઉ ડિરેક્ટર ડોક્ટર કે.આર. દેવમણિ અને મિલન દેવમણિ આ બંનેની ‘પેટીપેક’ નામની હીટ ફિલ્મમાં આપી ચૂકેલા છે. સાથે ‘મસ્ત નોકરી સરકારી’ અને ‘તું સ્ટાર છે’ નામની ફિલ્મ પણ આપી ચૂકેલા છે, જેમની આ પીવો આજે પણ ઓટીટી પર જોવામાં આવી રહી છે. સંપૂર્ણ હીટ કહી શકાય તેવી આ ટીમને માણવા માટે થિયેટરમાં અચૂક જજો જ.