અમદાવાદ શહેર પોલીસે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી પાંચ દિવસમાં ૪૧ આરોપીઓને દબોચ્યા
અમદાવાદ શહેરની ૪૦ ટીમો દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા, દીલ્હી ખાતેથી નાસતા ફરતા ૪૧ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી
અમદાવાદ,
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે સમગ્ર ચુંટણી પ્રકીયા ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે હેતુસર ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ દિવસમાં કુલ-૪૧ આરોપી પકડી અમદવાદ શહેર પોલીસ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમદાવાદ શહેર વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ઘણાં લાંબા સમયથી નાસતા ફરતા અરોપીઓને પકડી પાડવા તાઃ ૨૮/૦૩/૨૦૨૪ થી ૦૭/૦૪/૨૦૨૪ સુધી સ્પેશયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જેમા અમદાવાદ શહેરની ૪૦ ટીમો દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા, દીલ્હી ખાતેથી નાસતા ફરતા ૪૧ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે.
રાજસ્થાન રાજ્ય ખાતેથી કુલ- ૧૧ તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ-૩૦ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે.
* ૨૦ વર્ષ ઉપરાંતથી નાસતા ફરતા આરોપીઓ- ૦૨
* ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ- ૦૩
* ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ- ૦૫
* ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ- ૦૫
* ૫ વર્ષથી ઓછા સમયથી નાસતા ફરતા આરોપીઓ- ૨૬