Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

“તું મારી સાથે લગ્ન કરીશ..?” પાયલોટે ચાલુ ફ્લાઈટમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને બધાંએ તાળીઓ પાડી વધાવી લીધા

પાયલોટે આ કામ ફ્લાઈટના ટેકઓફ પહેલા જ કર્યું હતું. તે ફૂલો સાથે ઘૂંટણ પર બેઠો, પછી તેની ગર્લફ્રેન્ડ દોડતી દોડતી તેની પાસે આવી.

પોતાનો પ્રેમ યાદગાર બની રહે તે માટે લોકો સ્પેશિયલ રીતે પ્રપોઝ કરતાં હોય છે. વિમાન ઉડાવનાર પાયલોટે પણ કંઈક આવું જ કર્યું તેણે ચાલુ ફ્લાઈટમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. આ ગર્લફ્રેન્ડ ફ્લાઇટ એટેન્ડન્ટ છે. પાયલોટ બધાની સામે ‘શું તું મારી સાથે લગ્ન કરીશ..?’ કહીને તેની પાસે પ્રેમવિવાહની દરખાસ્ત મૂકી હતી. પાયલટની આ વાત સાંભળીને પ્રવાસીઓને મોજ પડી હતી અને બધા તાળીઓ પાડવા લાગ્યાં હતા અને હસવા લાગ્યાં હતા.

આ ઘટના પોલેન્ડની ફ્લાઈટમાં બની હતી. પાયલોટે આ કામ ફ્લાઈટના ટેકઓફ પહેલા જ કર્યું હતું. તે ફૂલો સાથે ઘૂંટણ પર બેઠો. પછી તેની ગર્લફ્રેન્ડ દોડતી દોડતી તેની પાસે આવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેને એલઓટી પોલિશ એરલાઇન્સ કંપની દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી છે. તેમાં જાેઇ શકાય છે કે, ફ્લાઇટના પાયલટ કેપ્ટન કોનરાડ હાન્ક પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા અંગે સવાલો પૂછે છે. જે તેના પ્રસ્તાવને સ્વીકારે છે.

પ્રપોઝ કરતી વખતે પાયલટ હાન્ક ભાવુક થઈ જાય છે. આ દરમિયાન તે પોતાની લવ સ્ટોરી વિશે જણાવે છે. હાન્કે કહ્યું, “આજની ફ્લાઇટમાં એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે અને હું આશા રાખું છું કે, તે કશાની અપેક્ષા રાખશે નહીં. સન્નારીઓ અને સજ્જનો, આ નોકરીમાં લગભગ દોઢ વર્ષ પહેલાં, હું એક ખૂબ જ અદ્ભુત વ્યક્તિને મળ્યો હતો જેણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તમે મારા માટે સૌથી મૂલ્યવાન છો. તું મારું સૌથી મોટું સપનું સાકાર થવાનું છે. તેથી જ મને તમારી પાસેથી એક સપોર્ટની જરુર છે. તું મારી સાથે લગ્ન કરીશ..?”


આ પછી ફ્લાઈટ અટેન્ડન્ટ પૌલા દોડતી આવે છે અને પાયલોટને ગળે લગાવે છે. “મને ખબર નથી કે આ માટે આ યોગ્ય સમય છે કે નહીં,” તે જવાબ આપે છે, જ્યારે પાઇલોટે તેને રિંગ આપી હતી. ફ્લાઈટમાં બેઠેલા લોકો કપલને જાેઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.

 

(જી. એન. એસ)