(લતીફ અન્સારી)
આ કાર્યક્રમમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના બંને ધર્મગુરુઑએ પોતાના સમાજને પ્રેરણા મળે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા.
અમદાવાદ,તા.૧૫
‘માનવ અધિકાર મિશન’ દ્વારા 15મી ઓગસ્ટ સવ્તંત્રતા દિવસની ઉજવણીનો કર્યેકર્મ યોજવામાં આવ્યું હતું. જેમાં ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના ધર્મગુરુઓએ હાજરી આપી હતી. સાથે સાથે કેટલાક સમાજ સેવક જેવા કે, Ex. MLA હિમ્મતસિંહ પટેલ, રાષ્ટ્રપતિ એવાર્ડથી સન્માનીત ગૌતમ મિસ્ત્રી, ગોમતીપુર કાઉન્સિલર ઇકબાલ સેખ, જુલફી ખાન પઠાણ, રત્નાબેન વોહરા, Ex. કાઉન્સિલર અમજદ જૂનેદ પઠાણ તેમજ ખિદમત ગ્રુપના ઇરફાન શેખે હાજરી આપી હતી.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના બંને ધર્મગુરુએ પોતાના સમાજને પ્રેરણા મળે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા. રત્નાબેન વોહરાએ માર્ગદર્શન આપતા જણાવ્યુ હતું કે, આઝાદીમાં મુસ્લિમ સમાજની કેટલી આગત્યની ભૂમિકા રહેલી છે.
‘માનવ અધિકાર મિશન’ના ગુજરાત પ્રભારી શકીલ ખાન પઠાણ તેમજ સભ્યો દ્વારા આઝાદી પર્વ કાર્યક્રમનું આયોજન રાખવામા આવ્યું હતું. જેમાં હાજર રહેલા મહેમાનોને ફૂલની માળા તેમજ ‘માનવ અધિકાર મિશન’ તરફથી એવાર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.