Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

“Love You બા” ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

ફિલ્મના મુખ્ય પાત્રમાં ‘બા’ના રોલમા ભાવિનીબેન જાની છે. જેઓ ફિલ્મના તમામ કલાકારોથી અનુભવી અને મોટા છે, એમનો રોલ એમના જોરદાર અભિનય સાથે વાહ-વાહ માંગે તેવો રહ્યો છે.

આ ફિલ્મનું ડાયરેકશન રાજુ સોમાભાઈ પટેલે ખુબ જ સરસ રીતે કર્યું છે.

આ ફિલ્મના નિર્માતા તરીકે દિલીપ કુમાર પટેલ તથા સહ નિર્માતા તરીકે યોગેશ કુમાર પટેલે આવી સરસ મજાની ફિલ્મ બનાવીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે.

“લવ યુ બા” (“Love You Baa”) આઈનોક્સ થિયેટર હીમાલયા મોલ ખાતે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ધુરંધર કલાકારોના આગમન સાથે સુંદર મજાનું આયોજન “લવ યુ બા” ફિલ્મનું કરવામાં આવ્યું હતું,

તો વાત કરીએ થોડી ફિલ્મ વિશે…

ગુજરાતી ફિલ્મમાં છેલ્લા ઘણા સમયથી એક ફેમિલી ફિલ્મની રાહ જોવાતી હતી, “લવ યુ બા” ફિલ્મમાં બહુ જ સુંદર માવજત સાથે યોગ્ય રીતે સબ્જેક્ટ ક્લિયર કર્યો છે, ના વઘારે કે, ના ઘારદાર, છેલ્લે બાગબાન ફિલ્મ અમિતાભની જોયા પછી આજે એક ફેમિલી ફિલ્મ જોવાનો આનંદ થયો. નવા જનરેશનમાં જે લોકો ફુલ ફેમિલીમાં સાથે રહેતા નથી, એવા લોકોએ ખાસ જોવા જેવી ફિલ્મો છે. પોતાના બાળકોને બતાવવા જેવી ફીલ્મ છે, આજકાલ આવી ફિલ્મો રોજ રોજ બનતી નથી, ‘બા’ ટાઈટલ સાથે જ આપણે યાદોની દુનિયામાં સંબંધોની હુંફમા સરકી જવાય કે, ટાઈટલ જ એક પ્રેમાળ ટાઇટલ એક પોતાની મૂડીનું વ્યાજ નાના-નાની કે, બા-દાદાના રીલેશનની વાત ફિલ્મ બા, વાહ.. વાહ… સાથે જે પોતાના દીકરા દીકરીને ઇંગ્લિશ સ્કૂલમાં ભણાવવાની ઘેલછામા જો લાગણીઓને સાચવવી હશે. જો આજે તું આ ફિલ્મ જોવા આવીશ તો પીઝા ખાવા લઈ જઈશ, આવી લાલચ આપીને પણ આપ ફિલ્મ બતાવવા લઇ જશો.

ઘણી બધી સોસાયટી અને ક્લબ ચાલે છે, તેઓએ પોતાના શો મા હવે આવી સારી ફિલ્મો બતાવવાની ક્લબ પણ શરૂ કરવી જોઈએ અને જેટલી ક્લબ અને મેમ્બર્સ સોસાયટીઓ એક્ટિવ છે એમાં આ ફિલ્મ બતાવવામાં આવે તેવી આશા હું પોતે પણ પ્રોજેક્ટરની વ્યવસ્થા કરીને ઘરડા ઘરમાં આ ફિલ્મ બતાવવાની વ્યવસ્થામાં છું.

મુખ્ય પાત્રમાં ‘બા’ના રોલમા ભાવિનીબેન જાની છે. જેઓ ફિલ્મના તમામ કલાકારોથી અનુભવી અને મોટા છે, એમનો રોલ એમના જોરદાર અભિનય સાથે વાહ-વાહ માંગે તેવો રહ્યો. ત્યારબાદ તેઓની સાથે જીતેન્દ્ર ઠક્કર, રાગી જાની, ડેનિશા ઘુમરા, દાનેશ ગાંધી, હિતેષ ઠાકર, કામિની પટેલ, હર્ષ દોગીયા, ગૌરાંગ જેડી, વંદના ઉપાધ્યાય, વિપુલ પંચાલ, સપધન મોદી, મેહુલ જાદવ, પરાગ પંડ્યા, કૈલાશ ઠક્કર, ઉપેન્દ્ર ઠક્કર જેવા અનુભવી કલાકારોએ ફિલ્મમાં પોતપોતાના રોલ પરફેક્ટ રીતે નિભાવ્યા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, ભાવિની જાની અને રાગી જાની એક ફ્રેમમાં જોવાની કંઇક અલગ મજા છે. જીતેન્દ્રભાઈ ઠક્કરનો એક પારસી લેંગ્વેજમાં જજ તરીકેનો રોલ પબ્લિકને બહુ જ ગમી ગયો, સ્પેશિયલ વાત કરવાની છે કે, દાનેશ ગાંધી નાટક સાથે જોડાયેલા છે. ફિલ્મમાં લગભગ એમની બીજી કે, ત્રીજી ફિલ્મ છે એમના ભાગે જે કંઈ પણ કામ આવ્યું છે તેવામાં તેમણે પરફેક્ટ કામ કર્યું છે અને એમને આ રોલને જોતા રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘દામીની’ યાદ આવ્યા વગર રહે નહીં. પણ અલગ સબ્જેક્ટને લઈને ખૂબીથી એ ભાગને સામિલ કરતા સુંદર ફિલ્મ રહી છે. ડેનિશા ઘુમરાને સપોર્ટિંગ કરતો એમનો રોલ છે અને પરફેક્ટ વર્ક છે. ડેનિશા ઘુમરા નાટકમાં ઘણા બધા એવોર્ડ સાથે ‘ભારત મારો દેશ છે’ જેવી ઘણી બધી અલગ અલગ ટાઈપની ભૂમિકા નિભાવવા માટે પ્રચલિત વ્યક્તિ છે.

આ ફિલ્મની અંદર ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી (DOP) તરીકે મહેન્દ્ર સભાણીએ તમામ ક્ષણોને કેમેરામાં સરસ રીતે કેદ કરી છે જે ખરેખર જોવા લાયક છે અને ફિલ્મમાં એક્શન માસ્ટર તરીકે પરવેઝ શેખ અમદાવાદીએ બખૂબી રીતે એક્શન થ્રીલર નિભાવ્યું છે.

આ સાથે ફિલ્મ જોવા જજો, ટેકનિકલ રીતે, મ્યુઝિક રીતે, સંવાદોની રીતે, બહુ જ પરફેક્ટ ફિલ્મ ઘણા સમય પછી બની છે. તો પૈસા વસૂલ ફિલ્મ, ફેમિલી સાથે જોવા જજો ફરી એકવાર તમામ ટીમને ટેકનિકલ ટીમ સાથે ખૂબ ખૂબ અભિનંદન…

️ફિલ્મ રીવ્યુ જયેશ વોરા…