Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

‘રંગીન કાગડો’ ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા ટ્રાફિક અવેરનેસ “जान है तो जहान है”ના પોસ્ટર અને ટ્રેલર લોન્ચનું આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya)

ફિલ્મના કલાકારોને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા

‘રંગીન કાગડો’ ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા તાજેતરમાં ગુજરાત સાહિત્ય પરિષદ હૉલ અમદાવાદ ખાતે ટ્રાફિકની અવેરનેસ માટે શ્રી દિનકરભાઇ જાની રંગીન કાગડો દ્વારા બનેલ શોર્ટ ફિલ્મ “जान है तो जहान है”ના પોસ્ટર અને ટ્રેલર લોન્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટના નાયબ પોલીસ કમિશ્નર શ્રી નીતાબેન દેસાઈ તેમજ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં પ્રદેશ મીડિયા કન્વીનર ભાજપના શ્રી યજ્ઞેશ દવે, સિનિયર નાટ્ય કલાકાર શ્રી કુમુદ રાવલ, પ્રમુખ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાતના શ્રી હેમાંગ રાવલ, GTPL ના શ્રી દેવાંગ ભટ્ટ, એડવોકેટ શ્રી આર.કે રાજપુત, બિઝનેસમેન શ્રી અમિત દવે, ડૉ. તેજસ પ્રજાપતિ, પ્રોફેસર અને એક્ટર શ્રી પ્રેમલ યાગ્નિક વિગેરે દ્વારા પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

મેયર શ્રી પ્રતિભાબેન જૈન અને નાયબ પોલીસ કમિશનર ઓફ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના શ્રી નીતાબેન દેસાઈ તેમજ અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મોમેન્ટોથી સન્માનિત કર્યા અને ફિલ્મના કલાકારોને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા. સંદેશ ન્યુઝના પ્રતિષ્ઠિત એન્કર ઝંખનાબેન દવે એ એમની મધુર વાણીથી કાર્યક્રમનું ખુબ જ સુંદર સંચાલન કર્યું હતું.

અમદાવાદના વધતા જતા ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ હેતુથી અને પ્રજામાં ટ્રાફિકના નિયમોની જાણકારી અને જનજાગૃતિના હેતુથી બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ ખરેખર જોવાલાયક છે.