ગાંધીનગર/અમદાવાદ,તા. ૨૫
દેશ અને રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ કચ્છમાં ઓરેન્જએલર્ટ આપવામાં આવ્યું હતું.
જ્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં યલોએલર્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજા દિવસે ૨૫થી ૩૦ કીમીની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે તાપમાન ૪૫ ડિગ્રી રહેવાની શક્યતા છે.
(જી.એન.એસ)