(અબરાર એહમદ અલવી)
આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં ‘વિટામિન ડી’ની ઊણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે.
‘વિટામિન ડી’ (Vitamin D) હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. જો શરીરમાં ‘વિટામિન ડી’ની ઉણપ હોય તો તેની અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે. ‘વિટામિન ડી’ની ઉણપથી તમને દિવસભર થાક લાગશે, વહેલી ઈજા થવાનો ખતરો છે અને ક્યારેક સ્થિતિ ગંભીર બની જાય ત્યારે ડિપ્રેશનની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. વિટામિન ડીની ઉણપને ટાળવા માટે, તમારે પુષ્કળ સૂર્યપ્રકાશ, આહાર અથવા ‘વિટામિન ડી’ ધરાવતી સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર છે.
સૌથી પહેલા જાણી લો કે, ‘વિટામિન ડી’ કેટલા પ્રકારના હોય છે.
‘વિટામિન ડી’ના બે પ્રકાર છે – ‘વિટામિન ડી2′ અને ‘વિટામિન ડી3’
આ બંને શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. ‘વિટામિન ડી’એ ચરબીમાં દ્રાવ્ય સંયોજન છે જેમાં બે ‘વિટામિન ડી2’ (આર્ગોનકેલ્સિફેરોલ) અને ‘વિટામિન ડી3’ (કોલેકેલ્સિફેરોલ) નો સમાવેશ થાય છે. આ બંને વિટામિન શરીરમાં ‘વિટામિન ડી’ની જરૂરિયાતોને પૂરી કરી શકે છે. જો કે, વિટામિન D2 અને D3 ઘણી રીતે એકબીજાથી અલગ છે.
ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે ‘વિટામિન ડી’ જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે. પૂરતા પ્રમાણમાં ‘વિટામિન ડી’ ન મળવાનું એક મોટું કારણ પ્રદૂષણનું વધારે પડતું પ્રમાણ છે, તેનાથી યોગ્ય સૂર્યપ્રકાશ મળતો નથી.
‘વિટામિન ડી’ને સૂર્યપ્રકાશનું વિટામિન પણ કહે છે.
પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવાથી શરીરને ‘વિટામિન ડી’ મળી રહે છે. આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં ‘વિટામિન ડી’ની ઊણપ સાથે જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. ‘વિટામિન ડી’ હાડકાંના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક ક્ષમતા તથા ઊર્જા માટે બહુ જ જરૂરી છે. નવજાત શિશુઓ માટે સવારના સમયનો સૂર્યપ્રકાશ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
‘વિટામિન ડી’ શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફેટના સ્તરને નિયંત્રણમાં રાખે છે, જેનાથી હાડકાંઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. ‘વિટામિન ડી’ની ઊણપથી બાળકોને રિકેટ્સ થઈ શકે છે. આ બીમારીમાં બાળકોનાં હાડકાંનો વિકાસ પ્રભાવિત થાય છે. તેનાથી હાડકાં મુલાયમ તથા નબળાં થઈ જાય છે અને તેમાં વિકૃતિ પેદા થાય છે. કોઈ વ્યક્તિના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન હોવાથી પણ રિકેટ્સ થઈ શકે છે. શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પૂરતા પ્રમાણમાં અવશોષણ થાય તે માટે ‘વિટામિન ડી’ની જરૂર હોય છે.
જો કોઈ બાળકમાં ‘વિટામિન ડી’ની ઊણપ હોય, તો તેનાં હાડકાંમાં કેલ્શિયમ તથા ફોસ્ફરસનું પ્રમાણ પણ બહુ ઓછું હશે. રિકેટ્સ ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરે છે. જો કે, વયસ્ક લોકો પણ તેનાથી પીડાતા હોઈ શકે છે. ગર્ભમાં શિશુઓનાં હાડકાંના વિકાસ માટે ‘વિટામિન ડી’ની જરૂર હોય છે. 6 મહિનાથી લઈને 36 મહિનાનાં બાળકોમાં રિકેટ્સ સામાન્ય બાબત છે. જે બાળકો માત્ર સ્તનપાન કરે છે, તેમને પૂરતું ‘વિટામિન ડી’ ન મળવાના કારણે રિકેટ્સનું જોખમ વધારે રહે છે. ઘાટા રંગવાળાં બાળકોમાં પણ ‘વિટામિન ડી’ની ઊણપનું જોખમ વધારે હોય છે. જે મહિલાઓના શરીરમાં ‘વિટામિન ડી’ની ઊણપ હોય છે તેમના દૂધમાં પણ વિટામિન ડીની ઊણપ હોય છે. 70-80 % લોકો દેશભરમાં ‘વિટામિન ડી’ની ઊણપથી પીડિત છે.
રિકેટ્સનાં લક્ષણો
રિકેટ્સનાં લક્ષણોમાં પગ, કાંડા, પેલ્વિસ અથવા કરોડરજ્જુનાં હાડકાંમાં દુખાવો અથવા નબળાઈ, ધીમો વિકાસ તથા શરીરનો આકાર ખરાબ થવો, હાડકાં તૂટવાં, પેશીઓમાં ખેંચાણ, દાંતોમાં વિકૃતિ જેમ કે, દાંત મોડા ફૂટવા, ઇનેમલમાં છેદ થવો, એબ્સેસ, દાંત આડાઅવળા થવા. શરીરનાં અંગોમાં વિકૃતિ જેમ કે, વિકૃત આકારનું માથું, બહારની તરફ વળેલા પગ, પાંસળીઓમાં ગઠ્ઠા, બહાર નીકળેલું છાતીનું હાડકું, વાંકું વળી ગયેલું કરોડરજ્જુનું હાડકું, પેલ્વિક વિકૃતિ તથા કાંડા, એડીઓ અને ઘૂંટણ મોટાં થવાં વગેરેનો સમાવેશ થાય છે.
‘વિટામિન ડી’ હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે.
જો શરીરમાં ‘વિટામિન ડી’ની ઉણપ હોય તો તેની અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે. ‘વિટામિન ડી’ની ઉણપથી તમને દિવસભર થાક લાગશે, વહેલી ઈજા થવાનો ખતરો છે અને ક્યારેક સ્થિતિ ગંભીર બની જાય ત્યારે ડિપ્રેશનની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. ‘વિટામિન ડી’ની ઉણપને ટાળવા માટે, તમારે પુષ્કળ સૂર્યપ્રકાશ, આહાર અથવા ‘વિટામિન ડી’ ધરાવતી સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર છે.
‘વિટામિન ડી’નો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જેમાં અલ્ટ્રાવાયોલેટ B (UVB) હોય છે. સૂર્યના કિરણો ત્વચામાં રહેલા 7-ડિહાઇડ્રોકોલેસ્ટેરોલ સંયોજન સાથે વિટામિન D3 બનાવવા માટે કામ કરે છે. આ જ પ્રક્રિયા સૂર્યમાં ઉગતા છોડમાં થાય છે. સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છોડમાં મળતા તેલ સંયોજન સાથે મળીને વિટામિન D2 બનાવે છે.
શરીરમાં વિટામિન ડીના ફાયદા
1. ‘વિટામિન ડી’ શરીરમાં સીરમ, કેલ્શિયમ અને ફોસ્ફરસની યોગ્ય માત્રા જાળવવામાં મદદ કરે છે. આ ચેપ સામે શરીરની પ્રતિકાર વધારે છે.
2. ‘વિટામિન ડી’ના સેવનથી હાડકાના દુખાવામાં રાહત મળે છે. સ્નાયુઓ મજબૂત બને છે, થાક અને નબળાઈ દૂર થાય છે.
3. ‘વિટામિન ડી’ બાળકોના હાડકાના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય રહે છે.
4. ‘વિટામિન ડી’ આપણા શરીરને રોગોથી બચાવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
5. ‘વિટામિન ડી’ નર્વસ સિસ્ટમ અને ચેતાને સુધારે છે. મનની યોગ્ય કામગીરીમાં મદદ કરે છે.
6. ‘વિટામિન ડી’ની યોગ્ય માત્રા શરીરમાં ડિપ્રેશન દૂર કરવાનું કામ કરે છે.
7. ‘વિટામિન ડી’નું સેવન શરીરમાં પ્રોટીનની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
8. વિટામિન્સનું સેવન કરવાથી તમે વારંવાર બીમાર થતા નથી. આ તમામ પ્રકારના ચેપ સામે લડવામાં મદદ કરે છે.
9. ‘વિટામિન ડી’ના સેવનથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે. સોરાયસીસ, કબજિયાત અને ડાયેરિયાની સમસ્યા થતી નથી.
10. ‘વિટામિન ડી’ બ્લડ શુગર અને ગ્લુકોઝને કંટ્રોલ કરે છે, સાથે જ ડાયાબિટીસની સમસ્યાથી પણ છુટકારો મળે છે.