Safeer News

Breaking News from Ahmedabad

આરોગ્ય સફીર

તમારી આ 3 આદતો તમારા લિવરને કરી દે છે ડેમેજ, જાણો અને સુધારો જલદી

આજની આ ફાસ્ટ લાઇફને કારણે લીવર ખરાબ થવાની સમસ્યા વધી ગઇ છે. લીવર ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં મુખ્ય કારણો તમારી કેટલીક ખરાબ આદતો છે. આમ તમારી ખરાબ આદતોને તમે સુધારતા નથી તો તમારું લીવર ખરાબ થઇ જાય છે અને પછી તમારે દવાઓ લેવાની શરૂ કરવી પડે છે. તો આજે અમે તમને જણાવીશું તમારી કેટલીક એવી આદતો વિશે જે તમારે સુધારવાની જરૂર છે, નહિં તો તમારું લિવર ખરાબ થઇ જશે.

જંકફૂડ ખાવાનું ઓછુ કરો

જો તમે વધારે પ્રમાણમાં જંકફૂડ ખાઓ છો તો તમારું લિવર ખરાબ થઇ જાય છે. આ માટે તમે બને ત્યાં સુધી જંકફૂડ ખાવાનું ટાળો. ઘણાં લોકો વધુ પ્રમાણમાં જંકફૂડ ખાતા હોય છે જેના કારણે લિવર ડેમેજ થવાની સમસ્યા વધી જાય છે. આ માટે તમે જંકફૂડ ખાવાનું ટાળો. જંકફૂડ તમારી અંદરની સિસ્ટમને નબળી કરે દે છે જેના કારણે તમે અનેક ઘણી મુશ્કેલીમાં મુકાવો છો.

શરાબ-સિગારેટ બંધ કરો

જો તમે શરાબ અને સિગારેટ પીવો છો તો તમારું લિવર ડેમેજ થઇ જાય છે. લિવર ડેમેજ થવા પાછળનું આ મુખ્ય કારણ છે. આ માટે તમે સિગારેટની લત છોડો. શરાબ તમારી કિડની, લિવરને જતા દિવસે ડેમેજ કરી દે છે જેના કારણે તમારી બોડીમાં અનેક પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ જાય છે.

ઊંઘ ઓછી લેવી

તમને જાણીને નવાઇ લાગશે કે જો તમે ઓછી ઊંઘ લો છો તો પણ તમારું લિવર ડેમેજ થઇ શકે છે. એક સ્ટડી અનુસાર માણસની ખરાબ ઊંઘ લિવરના ઓક્સીડિટેવ સ્ટ્રેસનું કારણ બની શકે છે, જેના કારણે લિવર ડેમેજ થવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે તમે દિવસમાં ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લો. જો તમે તમારી ઊંઘ પર પૂરતું ધ્યાન આપતા નથી તો આગળ જતા અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *