(રીઝવાન આંબલીયા)
“હેમલ જાજલ સર્જિત” અને અભિનિત એક પારિવારિક મનોરંજન જોવાલાયક શોર્ટ ફિલ્મ “દાળઢોકળી”
તારીખ ૧૦મે ૨૦૨૪ના રોજ અખાત્રીજના પર્વ ઉપર આ મૂવીનું પ્રિમયર યુટ્યૂબ ચેનલ “હેમલ જાજલ પ્રોડકશન” પર રાખવમાં આવ્યું હતું.
આ ફિલ્મ દ્વારા સર્વેને મનોરંજન સાથે જીવનમાં એક બીજા સાથે હળી-મળીને રેહવાની ચાવી કઈ છે, એ દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે પાંચેય આંગળીઓ એક સરખી નથી હોતી છતાં પણ એક સાથે હોય છે, એવી જ રીતે પરિવારના દરેક સભ્યોના વિચારો અને રહેણી-કરણી અલગ હોય છે, તેમ છતાં સુખ-દુઃખમાં એક સાથે હળી મળીને કેમ રેહવું એ આ ફિલ્મનો ઉદ્દેશ છે.
“હેમલ જાજલ પ્રોડકશન” દ્વારા એક પ્રેસનોટમાં કેહવામાં આવ્યું છે કે, “અમે આશા રાખીયે છીએ કે, આપ સૌ “દાળઢોકળી” ફિલ્મને સાથે સહકાર આપીને વધાવી લેશો આ અમારો એક નર્મ પ્રયાસ છે જે આ ફિલ્મ દ્વારા કર્યો છે. બસ હવે તમે આ ફિલ્મને નિહાળીને અમોને આવી જ ફિલ્મો બનાવવા પ્રોત્સાહિત કરો તેવી અમો આપ સર્વેથી આશા રાખીએ છીએ…”
“હેમલ જાજલ પ્રોડકશન”ની ફિલ્મ “દાળઢોકળી” આજથી જ યૂટ્યૂબ ચેનલમાં આપ સૌ જોઇ શકો છો. આ ફિલ્મનું દિગદર્શન અને લેખન નિલેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્ય કલાકરોમાં હેમલ જાજલ, નિહારિકા દવે અને ડૉલી પંચાલ છે. સંગીત કમલેશભાઈ વૈદ્ય (આરોહી સ્ટુડિયો અમદાવાદ), છબીકલા (નયન ડિજિટલ) અમદાવાદ, એડિટિંગ અને ડી આઈ (ઓન ઇનફાઈનાઈટ ફિલ્મ્સ) આ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સિલેકટ થયેલ છે.