(રીઝવાન આંબલીયા)
આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી મમતા સોની મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.
તા. 29.02.2024
ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગો અને સાહિત્યની સાથે અલગ અલગ વિષયો પર જ્યારે ફિલ્મો બની રહી છે ત્યારે મહિલા શશક્તિકરણના વિષય સાથે એક નવા ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર”નું ગઈકાલે સિન્ધુભવન ખાતે આવેલા ટી પોસ્ટ ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના જાણીતી અભિનેત્રી મમતા સોની મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. સાથે જ અદિ ઈરાની, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, તૃપ્તિ જાંબુચા, પ્રકાશ મંડોરા, ભાવેશ નાયક, દિલીપકુમાર પરમાર, નીલ જોશી, કંચન અવસ્થી વગેરે કલાકારો ભૂમિકા કરી રહ્યા છે.
આગામી પંદર દિવસ હવે અલગ અલગ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ થવાનું છે. જેમ ૨૯ ફેબ્રુઆરીની તારીખ પણ ચાર ચાર વર્ષો પછી આવતી હોય છે તેમ ‘પ્રતિકાર’ જેવા વિષયની ફિલ્મો પણ ઘણા અંતરાલ પછી આવતી હોય છે. એવું આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી ગુજરાતી ફિલ્મોની પ્રખ્યાત અને સફળ અભિનેત્રી મમતા સોનીએ મીડિયા ને સંબોધતા કહ્યું હતું.
પરેશ ભટ્ટે ફિલ્મ “પ્રતિકાર”ની વાર્તા લખી છે અને ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે ધર્મીન પટેલ અને કેમેરો સંભાળ્યો છે ધ્રુવ ભાટિયાએ. આ ફિલ્મમાં અરવિંદ વેગડા, મયુર ચૌહાણ અને ઋત્વી પંડ્યા જેવા પ્રસિધ્ધ ગાયકોએ ગીતો ગાયા છે જેમને સંગીતબદ્ધ કર્યા છે સંગીતકાર અનવર શેખ અને જીમી ત્રાજકરે.
ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, ગત વર્ષનાં અમારા કાર્યક્રમ ‘ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ – સીઝન એક’ના નવા જૂના કલાકારોને ફિલ્મનો ભાગ બનવાની તક આપી શક્યા એ વાતનો પણ અમને આનંદ છે. અમારી પૂરી કોશિશ છે કે, આ ફિલ્મ ઉત્તમ ગુણવતાની બને અને ગુજરાતની સીનેરસિક જનતાને પસંદ આવે અને તેમને સીનેમાઘર સુધી ખેંચી આવે.