(Rizwan Ambaliya)
ગઈકાલે પીવીઆર ખાતે એક સુંદર મજાની ફિલ્મ ‘મિઠડા મહેમાન’નો જોરદાર પ્રીમિયર શોનું આયોજન થયું હતું. ઘણા બધા આમંત્રિત મહેમાનો સાથે તમામ થિયેટરો હાઉસફુલ રહી હતી.
Film Review Jayesh Vora
લેખક અને દિગ્દર્શક તરીકે ચીન્મય પરમાર દ્વારા એક નવી અલગ અને વિશિષ્ટ પ્રકારની વાર્તા રજૂ કરવામાં આવી. જેને થોડી અલગ રીતે સમજવા માટે પણ ગુજરાતી પબ્લિક પોતાની મેચ્યોરિટી બતાવવી પડે, બોલીવુડમાં આવી વાર્તાઓ ઘણી હળવાશથી જોવામાં આવે છે, અને આપણે વધાવી પણ લઈએ છીએ. તો આપણી ભાષામાં આટલી ઉત્કૃષ્ટ વાર્તા ને અચૂક ફેમિલી સાથે જોવા જવું જ જોઈએ, ‘ચાલ જીવી લઈએ ટાઈપ’ની જર્ની (ટ્રાવેલર્સ) ફિલ્મ છે.
બીગ બોક્સ પ્રોડક્શન હેઠળ અને કૃષ્ણદેવ યાગ્નિકના માર્ગદર્શન મુજબ બનેલી આ ફિલ્મ કંઈક અલગ વાત કરવામાં હંમેશા સફળ રહ્યા છે. ટાઈટલ ગીત આદિત્ય ગઢવી એ ગાયેલું છે આખા ફિલ્મમાં આ ગીત બેકગ્રાઉન્ડમાં વાગ્યા કરે અને હંમેશા ગણગણાવાનું મન થાય.
યસ સોની અને આરોહી જીઓની જોડી ‘ચાલ જીવી લઈએ’ પછી જોવા મળે જે ફિલ્મમાં આજે પણ ચાલે છે. આ પણ ટ્રાવેલ ફીલમ જોવાની દર્શકોને આ જોડીને માણવાની પણ મજા આવશે, સાથે મિત્ર ગઢવીનો જોરદાર પેરેલલ રોલ છે.
ત્યારબાદ એક મેન કેરેક્ટર છે મિહિર રાજડા પુરી ફિલ્મમાં મોટાભાગે દરેક ફ્રેમમાં હાજર છે. જોરદાર અભિનય પહેલી ગુજરાતી ફિલ્મ હોવા છતાં આટલો સુંદર અભિનય આવ્યો ક્યાંથી. જે લોકો નથી જાણતા એમના માટે કહી તું કે, રાજડા પરિવાર એટલે અભિનય તો ગળથુથી માંથી લાવ્યા હોય. બીજા નંબરે નાટકમાં દમદાર રોલ કરેલી વ્યક્તિ છે. અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે. આવા સરસ કલાકાર આપણને ગુજરાતી ફિલ્મોમાં મળ્યા. અભિનેત્રી નીલમ પંચાલના મિસ્ટર છે. નાની ભૂમિકામાં જીગ્નેશ મોદી પોતાની પરિપક્વતા સાબિત કરે છે. રોલ નાનો હોવા છતાં યાદગાર બનાવી દે તેનું નામ કલાકાર.
સોનાલી દેસાઈ એમના ભાગે ડાયલોગ ઓછાં છે, ફક્ત એક્સપ્રેસનથી જ કામ કરાવ્યું છે, પરફેક્ટ વર્ક અને હિતેન કુમાર ખાસ ભૂમિકામાં પ્રેમ અને વાહ વાહ મેળવી જાય છે. હિતેનકુમાર અને સોનાલીનો થોડું ફ્લેશબેક ના સિન હોત તો વધારે મજા આવે. ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન.
ફુલ ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ.
બધાનું કહેવું એવું હોય છે કે, જયેશભાઈ તમે નેગેટિવ લખતા નથી… તો જે લોકો નેગેટિવ વાંચવા ટેવાયા છે, એમના માટે સરસ સમાચાર એ છે કે, છેલ્લે સ્ટોરીમાં એક નાનું બાળક બતાવ્યું હોત. જે ‘મીઠડા મહેમાન’નું ટાઈટલ જસ્ટિફાઈ કરત. બહાર નીકળીને ઘણા લોકો એવું બોલતા હતા કે, ‘મીઠા મહેમાન’ કોણ..? એના માટે આ લખવું પડે..