Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ Business

અમદાવાદમાં “ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન કરાયું

(રીઝવાન આંબલીયા)

આ એવોર્ડ શોમાં અલગ-અલગ ફિલ્ડના બહેતરીન કામ કરનારા તમામ પ્રકારના બિઝનેસમેન હાજર રહ્યા હતા.

“ગુજરાત બીઝનેસ ગ્લોરી એવોર્ડ” શોનું આયોજન અમદાવાદ ખાતે બીનોરી હોટલ એન્ડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્ય સેલિબ્રિટી તરીકે રિમિશેનને બોલાવવામાં આવી હતી. રીમી સેન હસ્તગત દરેક બિઝનેસ મેનને પોતાનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ શોમાં અલગ-અલગ ફિલ્ડના બહેતરીન કામ કરનારા તમામ પ્રકારના બિઝનેસમેન હાજર રહ્યા હતા. એમાંથી ઘણા બધાનું નોમિનેશન થતા ફક્ત સિલેક્ટેડ લોકોને જ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિલેશભાઈ સાબી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓને આ પ્રોગ્રામ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ઘણા બધા લોકોને સન્માનિત કરવા બદલ સપોર્ટિંગ પાર્ટનર તરીકે સ્વીફ્ટ એન્ડ લિફ્ટ એમનો પણ સાથ સહકાર રહ્યો હતો સાથે અભિનેત્રી કશીશ રાઠોર, જાનવી ચૌહાણ જેવી ઘણી બધી અભિનેત્રીઓ હાજર રહી હતી. ઇવેન્ટમાં સાથે જોડાઈને એક અલગ રોનક રહી હતી. એક સલાહકાર મિત્ર તરીકે જ્યોતિષ આચાર્ય શ્રી પ્રવીણભાઈએ પણ સારો એવો સાથ સહકાર આપ્યો હતો. એક મીડિયા સેલિબ્રિટી તરીકે અમને પણ આમંત્રણ રહ્યું હતું… આટલું સુંદર આયોજન કરવા બદલ ઇવેન્ટ સાથે જોડાયેલ તમામ વ્યક્તિઓનો ખુબ ખુબ આભાર તેમજ અભિનંદન…

(Jayesh Vora)