એવું કહેવાય છે કે, સવારે વહેલા ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, તમે ખુશ રહો છો અને જીવન પર તમારું નિયંત્રણ સારું રહે છે.
ગુજરાતીમાં એક કહેવત છે – “રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર” આ કહેવત સવારે મોડા ઊઠતા ઘણાં લોકોએ પોતાના વડીલો અથવા સ્વજનો પાસેથી સાંભળી હશે.
એવું કહેવાય છે કે, સવારે વહેલા ઊઠવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, તમે ખુશ રહો છો અને જીવન પર તમારું નિયંત્રણ રહે છે, પણ જો તમે વહેલા ઉઠનારા વ્યક્તિ નથી અને જબરદસ્તી એવા બનવાના પ્રયાસ કરી રહ્યા છો, તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. સવારે કસરત કરવાથી અને શક્ય તેટલા જલદી સૂર્યપ્રકાશમાં જવાથી મેટાબૉલિઝમ વધે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ મળી રહે છે, જેનાથી શરીર સ્ફૂર્તિલું રહે છે. જોકે, અલાર્મની મદદથી ઊઠવું દરેક માટે કારગત ન હોઈ શકે.
જો તમે સવારે ઉઠ્યા પછી પાણી પીઓ છો તો તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે. તમે ઘણી વાર જોયું હશે કે, રાત્રે સૂતા પછી જ્યારે તમે સવારે જાગીને પહેલી વાર પેશાબ કરો છો ત્યારે તે પીળો હોય છે. મેડિકલ સાયન્સ મુજબ તેનું એક કારણ એ છે કે, તમે રાત્રે સુતી વખતે પુરતું પાણી પીધું નથી. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે પુષ્કળ પાણી પીવો. એવું પણ કહેવાય છે કે, સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાથી વધુ ફાયદો થાય છે. જો અમુક ખોરાક પેટમાં ન પચ્યો હોય તો હૂંફાળું પાણી પાચનમાં મદદ કરે છે. આ સિવાય તે તમારા મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જેથી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
ઘણીવાર તમે લોકોને સવારે યોગ, કસરત અને ધ્યાન કરતા જોયા જ હશે અને ત્યારે અમુક લોકોને એવું લાગતું હશે કે, કાશ અમારી પાસે સવારે વર્કઆઉટ માટે સમય હોત. આવી સ્થિતિમાં એવા લોકોને જણાવી દઈએ કે, જે લોકો સવારમાં વ્યસ્ત હોય છે તેઓનો આખો દિવસ સ્ફૂતિર્મય અને વધુ આનંદિત પસાર થાય છે.
ઘણા લોકોનું કહેવું છે કે, સવારના સમયે ધ્યાન ભટકાવનારી વસ્તુઓ ઓછી હોય છે. ઘરનાં બાળકો અથવા બીજા લોકો ઊંઘતાં હોય છે. એ સમયે મૅસેજ અને ઈમેલ પણ ઓછા આવે છે. જો તમે સવારે નિયમિત દોડતા હો અથવા વ્યાયામ કરતા હો તો તે પહેલા કરો અને પછી ધ્યાન કરવા બેસો. ધ્યાન તમારા શરીરને હળવું કરવામાં અને મનની સરળતા લાવવાનું કામ ઍક સાથે કરે છે.
સવારના ચાલવા તથા વ્યાયામ બાદ યોગના આસનો શરીરને હળવું કરે છે અને સ્નાયુઓને કેળવે છે. આ સાથે ઘણા હળવા યોગાસનો પણ છે જે તમામ ઉમરના લોકો કરી શકે છે.
ઍપલના સીઈઓ ટિમ કૂકનું કહેવું છે કે, “તેઓ સવારે પોણા ચાર વાગ્યે ઊઠી જાય છે અને કૅલિફોનિર્યામાં રહેવા છતા પૂર્વ તટ પર રહેતા તેમના સહકર્મીઓથી પહેલાં ઈમેલ ચેક કરવાનું શરૂ કરી દે છે.” કૅલિફોનિર્યામાં જ્યારે સવારના ૩ઃ૪૫ વાગ્યા હોય છે, ત્યારે અમેરિકાના પૂર્વ તટ પર ૬ઃ૪૫ વાગ્યા હોય છે.
ઓપ્રા વિનફ્રે દરરોજ સવારે ૬ઃ૦૨ વાગ્યે ઊઠે છે. તેઓ ધ્યાન અને વ્યાયામ કર્યા બાદ સવારે નવ વાગ્યાથી કામ શરૂ કરે છે.
હોલીવુડ સ્ટાર માર્ક વૉલબર્ગ સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે. તેઓ અઢી વાગ્યે ઊઠી જાય છે, કસરત કરે છે, ગોલ્ફ રમે છે, પ્રાર્થના કરે છે અને માઇનસ ૧૦૦ ડિગ્રી તાપમાન ધરાવતા ક્રાયોચૅમ્બરમાં થોડો સમય પસાર કરે છે.
કેટલાક અભ્યાસોમાં સૂચવવામાં આવ્યું છે કે, સવારે ઊઠવાથી અને સફળતા હાંસલ કરવા વચ્ચે એક સંબંધ હોઈ શકે છે. જે લોકો વહેલા ઊઠે છે, તેમનો પરંપરાગત કૉર્પોરેટ શિડ્યુલ સાથે સારી રીતે સુમેળ હોય છે અને તેઓ સક્રિય વ્યક્તિત્વ ધરાવતા હોય છે.
સ્કૂલ-કૉલેજમાં તેમનો ગ્રેડ ઘણો સારો હોઈ શકે છે અને નોકરીમાં પણ તેઓને તગડો પગાર મળી શકે છે. જો તમે પ્રાકૃતિક રીતે સવારે વહેલા ઊઠી નથી શકતા, તો તમે કેટલીક રણનીતિઓ અજમાવી શકો છો.