બાળકીના કણસવાનો અવાજ સાંભળીને પડોશીએ બારીની ફાટમાંથી જાેયું તો સગીરાને તેનો પિતરાઈ ભાઈ પીંખતો હતો.
સુરત,તા.૧૫
સુરતમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ દુષ્કર્મ બીજા કોઈએ નહીં પણ ફોઇના પુત્રએ જ આચર્યુ છે. બાળકીના માતાપિતા બહાર ગયા હતા ત્યારે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ફોઈનો પુત્ર બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો તે પડોશી જાેઈ ગયા હતા. સુરતની પોલીસે ૧૯ વર્ષીય મનીષને કાપોદ્રાથી પકડી પાડ્યો છે. ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બાળકીના માબાપ શાકભાજી ખરીદવા ગયા હતા ત્યારે ફોઈના પુત્રએ આ દુષ્કર્મ આચર્યુ હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો મોબાઇલ ફોન કબ્જામાં લેતા પોર્ન સાઇટ લિંકની હિસ્ટ્રી મળી હતી. બાળકીના કણસવાનો અવાજ સાંભળીને પડોશીએ બારીની ફાટમાંથી જાેયું તો સગીરાને તેનો પિતરાઈ ભાઈ પીંખતો હતો. આમ આરોપી પુખ્ત છે, પણ પીડિત સગીર હોવાથી આરોપી સામે પોક્સો હેઠળ કાર્યવાહી ચાલશે. તેના મોબાઇલમાંથી મળી આવેલી પોર્ન લિંક બધુ બતાવશે.
(જી.એન.એસ)