જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો
સુરત,તા.૧૧
રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ પહેલુ પેપર આપ્યુ હતું. ત્યારે આ વચ્ચે સુરતના એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે રસ્તામાં જ અકસ્માત થયો હતો. તેનો હાથ ભાંગી જતા તેને રાઈટરની મદદથી પહેલુ પેપર આપવું પડ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા અનિલ પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો રસ્તામાં જ અકસ્માત થયો હતો. અનિલને જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો હતો. જેથી તેને રાઇટરના મદદથી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું.
અકસ્માતમાં હાથ ભાંગી ગયો હોવા છતાં વિદ્યાર્થીએ હિંમત ન ગુમાવી અને વિદ્યાર્થીએ પહેલું પેપર રાઈટર દ્વારા આપ્યું છે. પરીક્ષાનું પહેલું પેપર પૂર્ણ થયા બાદ અનિલ પ્રજાપતિ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યો હતો. આમ, અનિલના હાથમાં ફેક્ચર હોવાનું સામે આવતા તમામ પેપર રાઇટરના મદદથી વિદ્યાર્થી આપશે. તેનો આ જુસ્સો જાેઈ શાળા સંચાલકો પણ ખુશ થઈ ગયા હતા.
(જી.એન.એસ)