ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું
નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા તો આ તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આજે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.
૧૯૫ લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી બેઠક પરથી લડશે. તો ૨૮ બેઠકો પર મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ૩૪ મંત્રીઓને લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે.
ગુજરાતની ૧૫ બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્ય પ્રમુખ સીઆર પાટીલના નામ સામેલ છે.
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ (પશ્ચિમ) – દિનેશ મકવાણા
રાજકોટ – પરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવીયા
જામનગર – પુનમ માંડમ
આણંદ – મિતેશ પટેલ
ખેડા -દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલ સિંહ જાદવ
દાહોદ – જશવંત સિહ ભાભોર
બારડોલી – પ્રભુભાઈ વસાવા
ભરૂચ – મનસુખ વસાવા
નવસારી – સી. આર. પાટીલ
(જી.એન.એસ)