(રીઝવાન આંબલીયા)
અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવી ગયું છે.
અમદાવાદ,તા.૧૦
તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતાં હસતાં વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય..? એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ અને વન્સમોરની બૂમાબૂમ સાથે એક અવાજે વખણાયેલી સાવ નવી જ કોમેડી.. મનોરંજનનો રસથાળ..અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક…“અરે, કોઈ પપ્પુને પરણાવો” આવી ગયું છે.
વર્ષોથી સ્ત્રી સશક્તિકરણ, સ્વરોજગાર અને બાળ શિક્ષણના ક્ષેત્રે સામાજિક કાર્યકર તરીકે અથક સફળ પ્રયત્નો કરતી સંસ્થા “ચિરાગ ખાદી ગ્રામોદ્યોગ વિકાસ સંઘ”ના પ્રમુખ હેમલબેન શાહ દ્વારા પ્રસ્તુત, યુગ મહેતા લિખિત.. તથા દિગ્દર્શન થયેલી અને ગુજરાતી સિરિયલ ફિલ્મ અને નાટકના જાણીતા કલાકારો દ્વારા રજૂ થતું આ નાટક ખરેખર સાંજનો થાક ઉતારી દેશે એમાં બે મત નથી..! અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવી ગયું છે.