જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર સામે AMCની કડક કાર્યવાહી
અમદાવાદ,તા. ૩૦
અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા (બી) અને ઝવેરી પબ્લસિટીને રૂપિયા ૫૦-૫૦ લાખનો આકરો દંડ એએમસી દ્વારા ફટકારવામાં આવ્યા છે.
૨ વર્ષ સુધી ૨૦૦૦ વૃક્ષોનો ઉછેરનો ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે. ગાર્ડન વિભાગે તપાસ કરતા આ પબ્લિસીટી એજન્સીએ, એક બે નહીં પણ ૬૦૦ વૃક્ષો કાપી નાખ્યા હોવાનું જણાવા મળ્યું હતું અને તે બાદ એએમસી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
(જી.એન.એસ)