દરેક પ્રાણી દુઃખી હોય ત્યારે આંસુ વહાવે છે, પરંતુ મગરના આંસુ વધુ પ્રખ્યાત છે. જે ‘મગર મચ્છના આંસુ’ કહેવત છે તો આજે જાણો તેની પાછળનું ખાસ કારણ.
આપણે નાના હતા ત્યારથી ઘણી બધી કહેવતો અને ઘણાં બધા રુઢિપ્રયોગો સાંભળતા આવ્યા છીએ, અને આ કહેવતોનો આપણે ખૂબ જ તેનો ઉપયોગ પણ કરતા આવ્યા છીએ. પણ શું આપણામાંથી કોઈ તેની પાછળનું સાચું કારણ જાણીએ છીએ. આવી કહેવતોમાંની એક છે – ‘મગરમચ્છના આંસુ’. તો આખરે મગરમચ્છના આંસુમાં એવું શું ખાસ છે કે તેને ખોટા આંસુ વહાવવા માટે તેનું નામ લેવામાં આવે છે? શું આ મગરમચ્છ હંમેશા ખોટા આંસુ વહાવે છે કે પછી આ કહેવત પાછળ બીજું કોઈ કારણ છે. તો આપને જણાવી દઈએ કે, મગરમચ્છના આંસુ કહેવતનો ઉપયોગ કોઈને ખોટા આંસુથી મૂંઝવવા માટે થાય છે. જો કે દરેક પ્રાણી દુઃખી હોય ત્યારે આંસુ વહાવે છે, પરંતુ મગરમચ્છના આંસુ વધુ પ્રખ્યાત છે. વૈજ્ઞાનિકોએ તેના વિશે સંશોધન પણ કર્યું અને તેમાં કેટલીક બાબતો બહાર આવી, જે આ હકીકતને સાફ કરે છે. જો ‘મગરમચ્છના આંસુ’ કહેવત છે તો આજે જાણો તેની પાછળનું ખાસ કારણ.
મગરમચ્છના આંસુ પર સંશોધન કરાયું
વૈજ્ઞાનિકોએ માણસોથી લઈને પ્રાણીઓ સુધીના આંસુઓ પર સંશોધન કર્યું છે, અને આ દરમિયાન તેમને ખબર પડી છે કે દરેકના આંસુમાં એક જ રસાયણ હોય છે અને તે આંસુની નળીમાંથી બહાર આવે છે. આંસુ ખાસ ગ્રંથિમાંથી બહાર આવે છે અને તેમાં મિનરલ્સ અને પ્રોટીન હોય છે. જ્યાં સુધી મગરમચ્છના આંસુનો સવાલ છે તો વર્ષ 2006માં ન્યુરોલોજીસ્ટ ડી માલ્કમ શેનર અને પ્રાણીશાસ્ત્રી કેન્ટ એ વિલિએટે અમેરિકન મગર પર સંશોધન કર્યું હતું. તેમને પાણીથી દૂર સૂકી જગ્યાએ ખાવાનું આપવામાં આવ્યું, તેથી જમતી વખતે તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. તેની આંખોમાંથી પરપોટા અને આંસુની ધારા નીકળવા લાગી. બાયો સાયન્સમાં આ સ્ટડીનું રિઝલ્ટ આપતાં એવું કહેવામાં આવ્યું હતું કે મગર વાસ્તવમાં ખાતી વખતે તેમની આંખોમાંથી આંસુ વહાવે છે, જે કોઈ લાગણીનું પરિણામ નથી.
મગર અને ઘડિયાર વચ્ચેનો તફાવત
જો કે ઘડિયાર અને મગર બંને ખોરાક ખાતી વખતે આંસુ વહાવે છે, પરંતુ આ બંને વચ્ચે થોડો તફાવત છે. જ્યારે ઘડિયારનું મોં U-આકારનું હોય છે અને જડબા પહોળા હોય છે, ત્યારે મગરનું મોં V-આકારનું હોય છે. રસપ્રદ વાત એ પણ છે કે માખીઓ મગરના આંસુ પીવે છે, કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને મિનરલ્સ હોય છે. હવે એક બીજી વાત, મગર અને ઘડિયારને પણ લાગણી હોય છે અને તેઓ દુઃખી હોય ત્યારે પણ આંસુ વહાવે છે પણ ખાતી વખતે તેમની આંખમાંથી વહેતું પ્રવાહી જ તેમને બદનામ કરે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે મગરમચ્છના આંસુ કહેવત કેવી રીતે આવી…