સાબરમતીના આવા હાલ પાછળ જાે કોઈ જવાબદાર હોય તો તે કેમિકલમા ફિયાઓ છે.
મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે અમદાવાદની સાબરમતી નદીની હાલત ખરાબ
અમદાવાદ,
અમદાવાદની સાબરમતી નદીને જીવનદાયિની નદી માનવામાં આવે છે, પરંતુ આ અમદાવાદ મનપાના સત્તાધીશોની ઘોર બેદરકારીના પાપે હાલ આ જીવનદાયિની નદીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.
સાબરમતીના આવા હાલ પાછળ જાે કોઈ જવાબદાર હોય તો તે કેમિકલમા ફિયાઓ છે. લોકોનો આક્ષેપ છે કે, સાબરમતી નદીમાં કેમિકલ તેમજ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવે છે. જેના કારણે સાબરમતી નદી પ્રદૂષિતની સાથે ગંદકીથી ભરપૂર થઈ ગઈ છે.
નદીમાં સફાઈ ન થતી હોવાનો પણ સ્થાનિકોની ફરિયાદ છે. તો હાઇકોર્ટની ફટકાર બાદ પણ કોર્પોરેશન અને GPCB દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શું સાબરમતીની સફાઈ પાછળ કરોડોના ખર્ચાના ફક્ત બણગા જ ફૂંકવામાં આવે છે..?
(જી.એન.એસ)