Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત

રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

સુરત,તા.૧૪
સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે. ભેડવાડ દરગાહ પાસે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

૧૭ વર્ષીય કિશોર ઘરેથી દરગાહ પર દર્શન માટે આવ્યો હતો. દરમિયાન એક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરના ચાલકે અડફેટે લીધો હતો. તેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

સચિન ઊન પાટીયા વિસ્તારમાં આવેલી સંજર નગર સોસાયટીમાં ૧૭ વર્ષીય સોહેલ અલ્તાફ અન્સારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને બે બહેન છે. હાલ સોહેલ અભ્યાસ પણ કરતો ન હતો. ગત રોજ રાત્રે નજીકમાં આવેલા પ્રેમ નગર દરગાહ ખાતે ગયો હતો. રાત્રે એક વાગ્યે આસપાસ દરગાહ પરથી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ સોહેલને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સોહેલને તપાસી મૃત જાહેર કર્યો હતો.

સોહેલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માત કરનાર ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

(જી.એન.એસ)