“અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખે સેક્રેટરી અતિક ખાન પાસે હિસાબ પૂછતાં અતિક ખાને ધમકી આપી કે, “હું આત્મહત્યા કરી લઈશ અને તમને ફસાવી દઈશ”
અમદાવાદ,તા.૯
શહેરના લાલ દરવાજા ખાતે “અબીર ફાઉન્ડેશન” તરીકે એક સંસ્થા ચાલે છે જે મધ્યમવર્ગીય, ગરીબ, બેવાઓ તથા ની:શહાય મહિલાઓ માટે ઓછા ભાવમાં સિલાઈ મશીન અને એક મહિનાની રાશન કીટ યોજના ચલાવતા છે. જ્યાં સિલાઈ મશીનની નોંધણી કરાવવા અમુક રકમ જમા કરાવવાની હોય છે. આ પછી સંસ્થા દ્વારા જે તે તારીખ નક્કી કરીને સિલાઈ મશીન અને એક મહિનાની રાશન કીટનું વિતરણ કરવામાં આવતું હતું.
આ યોજના એટલી સફળ રહી કે, જરૂરતમંદ મહિલાઓની લાઈનો લાગવા લાગી અને “અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખની જાણ બહાર સિલાઈ મશીન અને એક મહિનાની રાશન કીટ યોજનાના નામે પૈસાનો ઉઘરાણું ચાલુ થઇ ગયું.
“અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખ આબેદા પઠાણ એક અખબારી યાદીમાં જણાવે છે કે, અમે આ સંસ્થા ફક્ત ને ફક્ત ગરીબ લોકોની મદદ કરવા શરુ કરી હતી અને અમે આજે પણ આજ કામ કરી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. પરંતુ અમે આ સંસ્થામાં જે લોકોને સાથે જોડેલા તેમાના એક અમારા ભાઈ અતિક ખાન હફિઝ ખાન પઠાણ જે અબીર ફાઉન્ડેશનમાં જનરલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. જેમની નિયત ખરાબ થઇ જતા ઘણી બધી મહિલાઓના ઘર સુધી જઈને સિલાઈ મશીન અને એક મહિનાની રાશન કીટ યોજનાના નામે પૈસા ઉઘરાવી લાવ્યા. આ વાત ત્યારે બહાર આવી જયારે સિલાઈ મશીન અને એક મહિનાની રાશન કીટ આપવાની તારીખ નજીક આવી અને મહિલાઓના ફોન પ્રમુખના ફોન પર આવવા શરુ થયા.
જયારે “અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખે સેક્રેટરી અતિક ખાન પાસે હિસાબ પૂછતાં અતિક ખાને ધમકી આપી કે, “હું આત્મહત્યા કરી લઈશ અને તમને ફસાવી દઈશ” એવું બ્લેકમેઇલ કરવાની વાત કરતા પ્રમુખ આબેદા બેને કારંજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી ફાઈલ કરાવી છે.
“અબીર ફાઉન્ડેશન”ના પ્રમુખ આગળ જણાવે છે કે, જે કોઈ મહિલાઓએ અતિક ખાનને પૈસા આપ્યા છે તેઓ તેની પાસેથી ઉઘરાણી કરી શકે છે, અમારા “અબીર ફાઉન્ડેશન”ના પદ પરથી તેમને છુટા કરી દેવામાં આવ્યા છે. જેની તમામ લોકોએ નોંધ લેવી અને કોઈએ પણ “અબીર ફાઉન્ડેશન”ના નામે અતિક ખાન સાથે વ્યવહાર કરવો નહિ જો કરશો તો સમગ્ર જવાબદારી તમારી રેહશે.