અમદાવાદ : “ડૉક્ટર ફન લીગ સીઝન 6” ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અને ઓકશનનું આયોજન કરવામાં આવ્યુ
(મોહમ્મદ રફીક શેખ)
આ પ્રોગ્રામનુ આયોજન ABC ટ્રસ્ટના વડપણ હેઠળ કરવામા આવ્યુ હતુ તથા પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ ડૉ. જી. એ. શેખ (મુન્નાભાઈ) એ હાજરી આપી હતી.
અમદાવાદ,તા.૦૫
શહેરના ખાનપુર વિસ્તારમા આવેલ હોટેલ હોસ્ટ ઈન ખાતે “ડૉક્ટર ફન લીગ સીઝન 6” ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની અને ઓકશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઇવેન્ટના પ્રાયોજક દીવા આઇ ઇન્સ્ટિટ્યૂટ હતા તેમજ ડૉ. દીપન દેસાઈની ટીમ દ્વારા ‘Eye & it’s care’ વિષય પર ૧૦૦થી વધુ ડોક્ટરોને વેશ્વિક સ્તરની આધુનિક ટેકનોલોજી દ્વારા આંખની સર્જરીઓ અને ટ્રીટમેન્ટથી માહીતગાર કર્યા હતા.
આ પ્રોગ્રામનુ આયોજન ABC ટ્રસ્ટના વડપણ હેઠળ કરવામા આવ્યુ હતુ તથા પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ ડૉ. જી. એ. શેખ (મુન્નાભાઈ) એ હાજરી આપી હતી. ડોક્ટર ફન લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૨૦મા કરવામા આવી હતી જેનો મુખ્ય હેતુ ડૉક્ટરોની રોજીંદી જીવનશેલીમાંથી થોડો સમય કાઢીને તણાવ ઓછો થાય અને અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટરોને મળવા સાથે ફિટનેસ અને આનદમય જીવન સાથે નવી ઊર્જા મળી રહે.
ડોકટર ફન લીગ કમિટીના પ્રમુખ ડો. નિઝામ સૈયદ દ્વારા ઓપનિંગ સેરેમની અને ઓકશન પ્રોગ્રામનુ સફળ સંચાલન કરવામા આવ્યુ હતુ. આ ઇવેન્ટના આખા ઓકશનનુ યુ-ટ્યુબ ઊપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમા ૧૨૦થી વધુ ડોક્ટરોની ૮ ટીમ ભાગ લઈ રહી છે જેની ક્રિકેટ ટુર્નામેન્ટ કનેટી ગામ, સાણંદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમા તા. ૨૧/૧/૨૪ રવિવારથી શરુ થવા જઈ રહી છે.