Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

જાણો કઈ રીતે દારૂ બની જાય છે ઝેરી લઠ્ઠો 

મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી ભળી જવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બાદ મિથાઈલ અણુઓ તળીયે બેસી જાય છે અને ઇથાઈલ આલ્કોહોલ ઉપર તરે છે, જે પી શકાય તેવું મનાય છે.

ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં અત્યાર સુધી 35થી વધુ જણાનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલના બિછાને સારવારમાં છે. જેમાં મોતનો આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. તો બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારુનો ચોક્કસ આંકડો નથી, પણ એવુ કહી શકાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈ છુપાઈને દારૂ પીએ છે. પરંતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. ત્યારે આખરે આ લઠ્ઠો શું છે તે જાણીએ, અને કેવી રીતે સર્જાય છે લઠ્ઠાકાંડ.

લોકો આ વાતથી અજાણ છે કે, લઠ્ઠો એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનુ સ્પિરિટ છે. જેમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. આ કેમિકલ ઉદ્યોગોમાં વપરાશમાં લેવાય છે. ઔદ્યોગિક ટર્મમાં તેને ઈથાઈલ આલ્કોહોલ કહેવાય છે, પરંતુ લોકો તેને પીએ નહિ તે માટે તેમાં મિથેનોલ નામનું ઝેરી રસાયણ મેળવે છે. ઉદ્યોગો પોતાના જરૂરિયાતનું મિથાઈલ આલ્કોહોલ પોતાની પાસે રાખે છે અને બાકીનું ગેરાકાયદેસર રીતે દારૂ બનાવનારાઓને વેચી દે છે. આ એક મોટી ચેન છે, જેઓ લોકોને કેમિકલવાળો દારૂ પીવા મજબૂર કરે છે. અનેક ઉદ્યોગો પોતાની જરૂરિયાત કરતા વધુના મિથેનોલની ખરીદી કરી ગેરકાયદે દારૂ બનાવનારને વેચી દે છે. આ સતત ચાલતો વેપાર છે ગેરકાયદે દેશી દારૂ બનાવનાર પહેલા તો મિથાઈલ આલ્કોહોલની ખરીદી કરે છે. ત્યારબાદ તેમાં ફટકડીનો પાઉડર નાખે છે. મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી ભળી જવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બાદ મિથાઈલ અણુઓ તળીયે બેસી જાય છે અને ઇથાઈલ આલ્કોહોલ ઉપર તરે છે, જે પી શકાય તેવું મનાય છે. ત્યારે આ ઇથાઈલ આલ્કોહોલનું દારુ વેચનારા વેચાણ કરતા હોય છે. જે વિદેશી દારુ કરતા પ્રમાણમાં સસ્તું પડે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *