આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી.
ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર તેમજ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી.
ગુજરાતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહારો કર્યા હતા આ સાથે તેમને કહ્યું કે બાળકોને સારું શિક્ષણ નહીં મળે તો ભારત કેવી રીતે પ્રગતિ કરશે. મનીષ સિસોદિયાની ગુજરાતની શાળાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી આ પ્રકારે જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં રહીને ટ્વીટના માધ્યમથી ગુજરાતમાં ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપને ગુજરાત બંને વચ્ચે ટ્વિટર વોરથી શરૂઆત થઇ હતી. જે હજુ સુધી આ પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજનીતિ કરવામાં આવી રહી છે. ત્યારે મનિષ સિસોદિયાએ પણ જણાવ્યું હતું કે ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના મતવિસ્તારની સ્કૂલમાં મુલાકાત લીધી હતી. સરકારી સ્કૂલની સ્થિતિ જોઈ મને એવું લાગે છે કે અહીં ભણતા વાલીઓ શું વિચારતા હશે કે જે જગ્યાએ શિક્ષણ મંત્રીનો મત વિસ્તાર છે જેને ચૂંટીને ત્યાં મૂક્યા છે એમના વિસ્તારની સ્કૂલમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એમ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી પર પ્રહારો કર્યા હતા.