(એચ.એસ.એલ),ગાંધીનગર,તા.૨૬
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મહિલા કરદાતાઓની સંખ્યા ૧૮.૦૮ લાખ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૨૨.૫૦ થઈ ગઈ છે.
ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે. ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૨૨.૫૦ લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા નંબરના સ્થાને છે.
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ મહિલાઓ દ્વારા સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર ૩૬.૮૩ લાખ સાથે ટોચના સ્થાને, ગુજરાત ૨૨.૫૦ લાખ સાથે બીજા સ્થાને, ઉત્તર પ્રદેશ ૨૦.૪૩ લાખ સાથે ત્રીજા, તામિલનાડુ ૧૫.૫૧ લાખ સાથે ચોથા સ્થાને છે. ૨૦૨૩-૨૪માં સમગ્ર દેશમાં કુલ ૨.૨૯ કરોડ મહિલા કરદાતા છે.
સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા ૨૦૧૯-૨૦માં ૧.૮૩ કરોડ, ૨૦૨૦-૨૧માં ૧.૮૨ કરોડ, ૨૦૨૧-૨૨માં ૧.૯૪ કરોડ, ૨૦૨૨-૨૩માં ૨.૧૦ કરોડ હતી. કોવિડના વર્ષ ૨૦૧૯-૨૦માં ગુજરાતમાં ૧૮.૪૮ લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં ૨૫ ટકા જેટલો વધારો નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મહિલા કરદાતાઓની સંખ્યા ૧૮.૦૮ લાખ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૨૨.૫૦ થઈ ગઈ છે. ૨૦૨૦-૨૧માં આ સંખ્યા ૧૮.૪૮ લાખ હતી. જ્યારે ૨૦૨૧-૨૨માં વધીને તે ૧૯.૫૦ લાખ થઈ હતી. ૨૦૨૨-૨૩માં તે વધી ૨૦.૮૪ લાખ થઈ હતી અને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષના અંતે તે ૨૨.૫૦ લાખ થઈ હતી. ખાસ કરીને કોવિડ-૧૯ પછી મહિલા કરદાતાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.