Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘હેલ્થ ટોક’નું આયોજન કરવામા આવ્યું

આ પ્રોગ્રામમા ડોક્ટર વક્તાઓનુ ટ્રોફી દ્વારા સન્માન અને ભાગ લેનાર ડોક્ટરોને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ,તા.૧૪

ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન (UPTA) અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્ટર્લિંગ હોસ્પિટલના ઓડિટોરિયમમા ‘હેલ્થ ટોક’નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ગુજરાતના ૫૦થી વધુ ફિજીયોથેરાપિસ્ટ ડોક્ટરોએ ભાગ લીધો હતો.

પ્રોગ્રામનો હેતુ ઓર્થોપેડીક સર્જન અને ફિજીયોથેરાપી ડોક્ટર વચ્ચે આધુનિક ટેકનલોજીના ઉપયોગ અને તાજેતરના વલણોમા સાથે રહીને તાજેતરના વલણો અને શ્રેષ્ઠ પરિણામલક્ષી પરિબળોથી વધુમા વધુ દર્દીઓને લાભદાયક રહે એના પર ભાર મૂકવામા આવ્યો હતો. પ્રોગ્રામમા ડૉ. પ્રવીણ નંદવારા, એસોસિયેટ ડિરેક્ટર, ‘હીપ’ અને ‘ની’ રિપ્લેસમેન્ટ સર્જનએ એમના ૧૩ વર્ષના અનુભવમા ૧૨૦૦થી વધુ થાપા બદલવાના અને ૧૨૦૦૦થી વધુ ઘૂંટણ બદલવાના સર્જરી અને કોમ્પલેક્ષ, ક્રિટીકલ, રિવિસન અને રી ડુ સર્જરીથી માહીતગાર કર્યા હતા.

ડો. અનીસ શેખ, ફિજીયો એક્સપર્ટ, ડીરેક્ટર, કોર હેલ્થ અને હેલ્થી મી ફિજીયોથેરાપી અને મંત્રી, UPTAએ ACL રિહેબીલીટેશન જે ઘણો જટીલ હોય છે એનુ ઉંડાણપૂર્વક જ્ઞાન આપ્યુ હતુ. જેનાથી રમતવીરને પોતાની રમતમાં પાછુ ફરીને રમત સારી રીતે આગળ વધી શકે એના પર ભાર મૂક્યો હતો. પ્રો. ડૉ. સોહેલ કાદરી, ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ UPTAએ કમરના દુખાવા (Lumbar Radiculopathy)મા વગર સર્જરીએ જટીલ અને અકસીર કમરના દુખાવાના દર્દીઓમા અતિ આધુનિક અને તાજેતરના પુરાવા આધારિત સંશોધન સહિતના પરીબળોને ધ્યાનમાં રાખી ઓછા સમયગાળામા અકસીર ઈલાજ શક્ય છે અને એને વધુમા વધુ ફિજિયોથેરાપિસ્ટ ડોકટરો સીગનેચર સ્પાઈન રિહેબ અપનાવે એના પર ભાર મૂક્યો હતો.

શ્રીમાન રાજીવ, માર્કેટિંગ હેડે ૨૦ વર્ષથી કાર્યરત હોસ્પિટલમા જુદા જુદા વિભાગોમા ૨૪x૭મા દરેક જાતની સારવાર માટે શહેરનુ જુનુ અને પેહલુ NABH હોસ્પિટલ વૈશ્વિક સ્તર સુવિધાઓ માટે કટીબદ્ધ છે. ફેજાન શેખે હેલ્થ ટોકનુ આયોજન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આખા પ્રોગ્રામનું સંચાલન ડો. અસ્મા વોરા અને ડૉ. હુસેન કપાસી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ડોક્ટર વક્તાઓનુ ટ્રોફી દ્વારા સન્માન અને ભાગ લેનાર ડોક્ટરોને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ડૉ. તહેમિના મોમીનએ આભારવિધિ કરી સમાપન કર્યું હતુ. ડૉ. અલી કુરેશી અને સ્ટર્લિંગ હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરીને સફળ બનાવ્યુ હતુ. આવનારા ડોકટરોએ ‘હેલ્થ ટોક’ જેવા પ્રોગ્રામ આવનારા સ્વાસ્થ્યના પડકારો માટે વરદાન રૂપ સાબિત થશે. આવા પ્રોગ્રામ નિયમિત અંતરાલો પર થવા જોઇએ એના માટે સ્ટર્લિંગ હોસ્પિટલની સરાહના કરી હતી.