Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

શર્મનાક ઘટના : સાપ્તાહિક અખબારના પત્રકારે બાજુમાં રહેતી બાળકીની છેડતી કરતા ઉધના પોલીસે ધરપકડ કરી

આ આરોપી યુવક એક સાપ્તાહિક સાથે સંકળાયેલો છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે.

સુરત,તા. ૨૮
સુરતના ઉધના પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી હતી કે, તેમની બાજુમાં રહેતો અજય અશોક સોનવાણે નામના એક યુવકે તેમની માસુમ બાળકીની છેડતી કરી છે અને તેની સાથે બીભત્સ હરકતો પણ કરી છે. એટલું જ નહીં અને આ વાત જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તે આપી છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને તુરંત જ ઉધના પોલીસે પોકસો હેઠળ અજય અશોક સોનવણી સામે ગુનો દાખલ કર્યો હતો અને તાબડતોબ તેને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. જ્યારે ઉધના પોલીસે અજય અશોક સોનવણેની પ્રાથમિક પૂછપરછ કરી તેમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી.

આ અજય અશોક સોનવણે એક સાપ્તાહિક સાથે સંકળાયેલો છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. પડોશમાં રહેતી જે માસુમ બાળકી છે તેની તેણે શારીરિક છેડતી કરી હતી અને બીભત્સ હરકતો કરી હતી. જેમાં ઘરે કોઈ વ્યક્તિ ન હોય ત્યારે તે આ બાળકી સાથે બીભત્સ હરકતો કરતો હતો જો કે, બાળકી અન્ય કોઈને આ સમગ્ર વાત કહે નહીં તે માટે તેને ધમકી પણ આપતો હતો. તેમજ આરોપી દ્વારા બાળકી પાસેથી તેનો મોબાઇલ નંબર પણ તેણે લઈ લીધો હતો અને તેને ફોન પર પણ હેરાન કરતો હતો.

બાળકીએ તેનો ફોન નંબર બ્લોક કરી દીધો ત્યારે આરોપી યુવક અજય અશોક સોનવણે ઘરે આવીને બાળકીના મોબાઈલમાંથી પોતાનો નંબર અનબ્લોક પણ કરાવ્યો હતો. હાલ તો સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો દાખલ કરી અજય અશોક સોનવાણેની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધો છે.

 

(જી.એન.એસ)