Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રાજ્ય સરકારનો આદેશ : એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે

રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે.

ગાંધીનગર,તા. ૨૮
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નો ઓબ્જેક્શન કટિર્ફિકેટ (NOC) વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. આઈપીસીની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા આદેશ અપાયા છે. બિનજામીનપાત્ર કલમો લગાવવા પણ આદેશ કરાયો છે. ગુજરાત ભરના તમામ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને આદેશ અપવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)