Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત અમદાવાદ

PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્‌‌યો હતો.

અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪
પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ, ૨૦૨૪થી અમલી થનારા નવા ફોજદારી કાયદાઓ પર એક મીડિયા વર્કશોપ-‘વાર્તાલાપ’નું આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી, આઈપીએસ ડો. નીરજા ગોટરુ રાવ હાજર રહ્યા હતા, જેમણે ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. જી.એન.એલ.યુ. ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમાર, જી.એન.એલ.યુ.ના રજિસ્ટ્રાર, પીઆઈબી અને સીબીસીના અધિકારીઓ તેમજ વિવિધ મીડિયા સંસ્થાઓના ૭૦થી વધુ મીડિયા કર્મીઓએ વાર્તાલાપમાં ભાગ લીધો હતો.

જી.એન.એલ.યુ. ગાંધીનગરના નિયામક ડો. એસ. શાંતાકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફિલસૂફી અને અભિગમ કેવી રીતે બદલાયો છે તે વિશે વાત કરી હતી અને ધ્યાન દોર્યું હતું કે, ન્યાય એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે જે અસાધારણ છે.

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્‌‌યો હતો. ભારતીય દંડ સંહિતાને ભારતીય ન્યાય સંહિતામાં, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ એવિડન્સ એક્ટને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં તબદીલ કરવામાં આવ્યા છે.

ડો. ગોટરુએ મોટા ફેરફારો તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં પીડિતના અધિકારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે, ન્યાયિક પ્રણાલીમાં વધુ તકનીકીનો ઉપયોગ, આતંકવાદ, સંગઠિત અપરાધ, નાના ગુના માટે સજા તરીકે સામુદાયિક સેવાનો પરિચય કરાવવો વગેરેનો સમાવેશ થાય છે.

ડો. ગોટરુએ જણાવ્યું હતું કે, તમામ તપાસ પ્રક્રિયાઓ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને ટમિર્નોલોજીને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે ઉદાહરણ તરીકે ‘બાળક’ શબ્દ હવે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણને વ્યાખ્યાયિત કરે છે. ડો. ગોટરુએ સાક્ષીની સુરક્ષા અંગેની વિગતો પણ શેર કરી હતી.

ડો. ગોટરુએ મીડિયા તરફથી નવા ગુનાહિત કાયદાઓને લગતા વિવિધ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા અને આ વાર્તાલાપમાં ૭૦થી વધુ મીડિયાના વ્યક્તિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

 

(જી.એન.એસ)