Safeer News

Breaking News from Ahmedabad

દેશ

રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી,તા. ૨૩
ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન સહિત દેશના રાજ્યોમાં પડી રહેલી ભયંકર ગરમીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં તો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

આ વચ્ચે કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવાના ઉપાય જણાવ્યા છે.

કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવા માટે ચાર ઉપાયનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, “ભીષણ ગરમીમાં સ્વસ્થ્ય રહો. તરલ પદાર્થોનું સેવન વધારો અને હીટ સ્ટ્રોકના લક્ષણો પર ધ્યાન આપો.” હકીકતે હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.

કેવી રીતે ભીષણ ગરમીથી બચવું..?

તરલ પદાર્થોનું સેવન વધારો અને હીટ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખો.
તાપ અને ભીડ વાળી જગ્યા પર જવાથી બચો.
ભોજનમાં સ્વચ્છતા, પાણી અને છાંયડા પર ધ્યાન રાખો.
જાે તમે લૂ સંબંધિત લક્ષણ અનુભવી રહ્યા છો તો ચિકિત્સા સેવા લો.

 

(જી.એન.એસ)