Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલનો ખેલ મહાકુંભ 2.0 2024નું આયોજન કરાયું

(મોહમ્મદ રફીક શેખ)

“ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો ખેલ મહાકુંભ 2.0 2024 યોજવામાં આવ્યું છે. 

અમદાવાદ,તા.૧૬ 

શહેરના ખાનપુર  ખાતે “ગુજરાત રાજ્ય રાઈફલ એસોસિએશન” દ્વારા રાઈફલ અને પિસ્તોલ માટેનો ખેલ મહાકુંભ ૨.૦ ૨૦૨૪ યોજવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભમાં રાઈફલ/પિસ્તોલ/શોટગન ઈવેન્ટ્સ માટે કુલ 12000 શૂટર્સ નોંધાયેલા છે. સમગ્ર ગુજરાતમાંથી શૂટર્સ 10M, 25M અને 50M ઇવેન્ટમાં ભાગ લે છે. વિવિધ વય શ્રેણીઓના શૂટર્સમાં U14, U17 અને ઓપન વય જૂથનો સમાવેશ થાય છે.

ઉદ્દઘાટન સમારોહમાં શ્રી અજીત રાજિયન IPS ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાંચ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તેઓએ નવા શૂટર્સને પ્રોત્સાહિત કર્યા હતા અને 10 મીટર એર રાઈફલ/પિસ્તોલ સ્પર્ધાને ખુલ્લી રાખી હતી.