Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

એમેઝોન પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘પંચાયત સિઝન ૩’નું ટ્રેલર રિલીઝ થયું

“પંચાયત સિઝન ૩”નું મનોરંજક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં નીના ગુપ્તા, રખુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારની  કોમેડીથી લોકોને ખૂબ મજા પડી છે.

એમેઝોન પ્રાઇમ વીડિયોની કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં લોકોની ગમતી એક “પંચાયત ૩”નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હવે પંચાયતની ત્રીજી સિઝન જલદી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ઘોષણા પછી ફેન્સ આ સિરીઝને લઇને સુપર એક્સાઇટેડ છે.

“પંચાયત ૩”નું ટ્રેલર તમે એક વાર જોશો તો વારંવાર જોવાનું મન થાય એવુ છે. આ ટ્રેલર બહુ મસ્ત છે. પંચાયત સીઝન ૩નું ટ્રેલર તમે જોશો તો હસીહસીને થાકી જશો. આ ટ્રેલરમાં પંચાયતી ચૂંટણી, શાંતિ જેવી અનેક બાબતો જોવા મળી રહી છે.

“પંચાયત સિઝન ૩”નું મનોરંજક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં નીના ગુપ્તા, રખુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારની  કોમેડીથી લોકોને ખૂબ મજા પડી છે. હાસ્ય, નાટક અને પ્રેમથી ભરપૂર આઠ એપિસોડની આ નવી સિઝન, ફુલેરામાં ગ્રામીણ જીવનમાં એક મનોરંજન પૂરું પાડવાનું છે, જેમાં આમાં પરિચિત્ર પાત્રોને અનેક બાબતોનો સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રેમ, દોસ્તી અને સામુદાયિક ભાવનાનો માર્ગ જોવા મળશે. ઘ વાયરલ ફીવર દ્રારા નિર્મિત દીપક કુમાર મિશ્રા દ્રારા નિર્દેશિત અને ચંદન કુમાર દ્રારા લિખિત સીઝન ૩ની કહાની બહુ મસ્ત છે. જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈસલ મલિક, ચંદન રોય અને સાંવિકા નવા રોલમાં આ વખતે જોવા મળશે.

 

(જી.એન.એસ)