ઈસ્લામ ધર્મને માનતા કોઈ વિવાહિત મુસ્લિમ વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે : હાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમને નથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો અધિકાર, રીતિ-રિવાજ નથી આપતા પરવાનગી
આ આદેશ જસ્ટિસ એ.આર મસૂદી અને જસ્ટિસ એ.કે શ્રીવાસ્તવ પ્રથમની ખંડપીઠે સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ એક રિટ અરજી પર આપ્યું છે.
પ્રયાગરાજ,
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌઉ પીઠે અંતરર્ધામિક કપલના મામલામાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ઈસ્લામ ધર્મને માનતા કોઈ મુસલમાન વ્યક્તિ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો દાવો ન કરી શકે, ખાસ કરીને ત્યારે જ્યારે પહેલાથી જ તેની કોઈ જીવન સાથી હોય.
સાથે જ કોર્ટે કહ્યું છે કે, મુસલમાન જે રીતિ રિવાજને માને છે તે તેમને લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો હક નહીં આપતા. આ આદેશ જસ્ટિસ એ.આર મસૂદી અને જસ્ટિસ એ.કે શ્રીવાસ્તવ પ્રથમની ખંડપીઠે સ્નેહા દેવી અને મોહમ્મદ શાદાબ ખાન દ્વારા દાખલ એક રિટ અરજી પર આપ્યું છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં બન્નેએ આ મામલમાં નોંધેલી ફરિયાદને રદ્દ કરવા અને લિવ ઈન રિલેશનમાં રહેતી વખતે સુરક્ષા આપવાની અરજી કરી હતી.
પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ નાગરિકની વૈવાહિક સ્થિતિની વ્યાખ્યા પર્સનલ લો અને સંવિધાનિક અધિકારો એટલે કે, બન્ને કાયદા હેઠળ કરવામાં આવે છે ત્યારે ધાર્મિક રીતિ રિવાજાેને પણ સમાન મહત્વ આપવું જાેઈએ.
હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે, સામાજીક અને ધાર્મિક રીતિ રિવાજ અને પ્રથાઓ સહિત સંવિધાનથી માન્યતા પ્રાપ્ત કાયદા, જેને સક્ષમ વિધાનમંડળે બનાવ્યા હોય તે સમાન રહે છે. ન્યાયમૂર્તિ એ.આર મસૂદી અને ન્યાયમૂર્તિ અજય કુમાર શ્રીવાસ્તવ-પ્રથમની ખંડપીઠે આ ટિપ્પણી એક હિંદૂ-મુસ્લિમ કપલના લિવ ઈન રિલેશનશિપમાં દાખલ ન આપવાની રિક્વેસ્ટ વાળી અરજી પર આપેલા આદેશમાં કરી છે. આ અરજીમાં એક વ્યક્તિના સામે અપહરણના મામલાને ફગાવવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો.