Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અલ્લૂ અર્જુનની ફિલ્મ “પુષ્પા ૨ : ધ રૂલ”નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ

‘પુષ્પા ૨ : ધ રૂલ’ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે.

દર્શકો દ્વારા આતુરતાથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’ની રાહ જોવાઈ રહી છે. ત્યારે, અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતના ગણતરીના કલાકોમાં લા ખો વ્યુઝ થઈ ગયા હતા, દર્શકોને આ નવું ગીત ખુબ જ ગમ્યું છે.
‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે મેકર્સે ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કર્યું છે. આ ગીતમાં ‘પુષ્પા’ના ગુણો સમજાવવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)