Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – આરોગ્ય સેવાઓ અને સુખાકારી

હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓના કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે.

વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવાઇ

રાજ્યના ૧૪ આદિજાતી બહુલ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૨,૭૭૮ પેટા આરોગ્ય કેન્દ્ર, ૪૨૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૮૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર સેવામાં કાર્યરત

૧૪માંથી ૯ જિલ્લામાં મેડિકલ કૉલેજમાં કુલ ૨૦૦૦ જેટલી મેડિકલ બેઠકો કાર્યરત, બાકીના ૫ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ ટુંક સમયમાં કાર્યરત બનશે

૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર હંમેશા વનબંધુઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પણ આદિજાતી બંધુ-ભગીનીઓની આરોગ્ય સુખાકારી માટે હંમેશાથી પ્રો-એક્ટિવ કામગીરી કરવામાં આવી છે.

ગત વર્ષે ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૧૭ રાજ્યોમાં નેશનલ સિકલસેલ એનિમિયા મિશન ૨૦૪૭નો શુભારંભ કરાવ્યો છે. આ મિશન અંતર્ગત વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલસેલ અનેમીયા રોગનું નાબુદી કરવાનું મિશન છે.

ગુજરાત રાજ્યના ૧૪ આદિજાતિ જીલ્લા જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તાપી, જીલ્લામાં નેશનલ સિકલસેલ એનિમિયા મિશન ૨૦૪૭ અંતર્ગત કાર્ય કરવામાં આવનાર છે. આ મિશન અંતર્ગત ૦ થી ૪૦ વર્ષ સુધીના વયના લોકોને આવરી લેવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૬માં તેમણે ગુજરાતમાં સિકલસેલ રોગની ગંભીરતા ધ્યાને લઈને સિકલસેલ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી. જેમાં ક્રમશઃ આદિજાતિ જીલ્લામાં વસતા લોકોનું સિકલસેલ અનેમીયા રોગના નિદાન અને સારવાર કરવા પગલા લેવામાં આવ્યા છે. હાલ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાંથી ૧,૦૩,૧૫,૯૦૦થી વધારે લોકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી ૭.૩૬ લાખ સિકલસેલ વાહક અને ૩૨,૩૩૩ સિકલસેલ અનેમીયા રોગના દર્દી મળી આવ્યા છે.

પ્રાઈમારી સ્કીનીંગ DTT (ડિથીઓનાઇટ ટ્યુબ ટેસ્ટ) દ્વારા કરવામાં આવે છે અને કન્ફર્મેશન માટે HPLC (હાઇ પરફોર્મન્સ લીક્વીડ ક્રોમેટોગ્રાફી) ટેસ્ટ કરવામાં આવે છે. આદિજાતિ જીલ્લાની આંગણવાડી, શાળાઓ અને કોલેજાેમાં આર.બી.એસ કે, ટીમ અને ગ્રામ્ય કક્ષાએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સિકલસેલ કાઉનીસ્લાર દ્વારા સ્કીનીંગની કામગીરી કરવામાં આવે છે.

આદિજાતિ લોકોમાં વિશેષ નિદાન સગર્ભા મહિલાઓ, ૧૦થી ૨૫ વર્ષના લગ્નના કરેલ હોય તેવા વિષેશ સમૂહના લોકોનું નિદાન કરવું તે મુખ્ય લક્ષ્યાંક છે. જેથી મહતમ આ રોગનો ફેલાવો આગામી પેઢીમાં ફેલાતા રોકી શકાય. સીકલ સેલ એનિમિયા વારસાગત હિમોગ્લોબીનની ખામીને કારણે થતી આરોગ્ય સમસ્યા છે. સીકલ સેલ એનિમિયામાં રકતકણમાં રહેલ ખામીયુક્ત હિમોગ્લોબીન જીને કારણે લાલ રકતકણોનો આકાર ગોળમાથી દાતરડાં જેવો બને છે. આ એક આનુંવાંશિક રોગ છે જે રોગીમાંથી આવનાર પેઢીમાં પ્રસરે છે.

રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત પણ રાજ્યના આદિવાસી બાંધવોને આવરીને મોટા પ્રમાણમાં શ્રેષ્ઠત્તમ સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તીના ૧૪ જિલ્લાઓમાં કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવવામાં આવી છે. રાજ્યમાં આદિજાતી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓમાં ૨૭૭૮ પેટા આરોગ્ય કેન્દ્ર, ૪૨૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૮૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર સેવામાં કાર્યરત છે. ૧૪ માંથી ૯ જિલ્લામાં મેડિકલ કૉલેજમાં કુલ ૨૦૦૦ જેટલી મેડિકલ બેઠકો કાર્યરત બાકીના ૫ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ ટુંક સમયમાં કાર્યરત બનશે.