Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

200 કરોડનો બુટલેગર : 6 મહિનામાં દારુના ધંધાનું આ બુટલેગરનું 200 કરોડનું ટ્રાન્જેક્શન નિકળ્યું

સ્ટેટ મોનિટરીંગની ટીમ પિન્ટુ પાસેથી એકથી એક વિગતો મેળવી રહી છે જેથી આ મામલે અધિકારીઓની મુશ્કેલીઓ વધી પણ શકે છે.

ગુજરાતમાં દારુબંધી છે પરંતુ ગેરકાયદેસર દારુના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે મોટા બુટલેગરોના ટર્ન ઓવર અધધ હોય છે આપણને માન્યામાં પણ નથી આવતા. ત્યારે આવા જ એક પોલીસ કસ્ટડીમાં છે તેવા બુટલેગરના ટ્રાન્જેક્શનની વાત સામે આવી છે. જેનું દારુના ધંધાનું ટ્રાન્જેક્શન જ છ મહિનામાં 200 કરોડનું થાય છે.  

છેલ્લા કેટલાક દિવસમાં દારુકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ત્યારે ગુજરાતમાં દારુનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે બૂટલેગરોના મોટા ટ્રાન્જેક્શન અને કરોડોના ફાયદાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ભીમરાવ ઉર્ફે પિન્ટુને પકડી પાડ્યો છે. જેના વિરુદ્ધ 3 ડઝન જેટલા કેસો અલગ અલગ રાજ્યોમાં દર્જ થયા છે. જે ગુજરાતમાં અગાઉ દારુ સપ્લાય કરતો હતો. જેને મુંબઈ એરપોર્ટથી ગુજરાત એસએમસીની ટીમે ઝડપી પાડ્યો હતો. જેના ફોનની તપાસ કરતા અને પૂછપરછ કરતા પિન્ટુના વ્યવહારો પકડાયા હતા. જેમાં 200 કરોડ રુપિયાથી વધુનો દારુ સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હતી અને તેમાં 12થી 15 કરોડ રુપિયા મહિને  કમાતો હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં એવી પણ વિગતો સામે આવી છે કે, આ કારોબારમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ પણ સંડોવાયેલા હતા જેથી આ મામલે સઘન તપાસ કરીને રીપોર્ટ ઉપર સુધી રાજ્ય સરકારને પહોંચાડવામાં આવશે. સ્ટેટ મોનિટરીંગની ટીમ પિન્ટુ પાસેથી એકથી એક વિગતો મેળવી રહી છે જેથી આ મામલે અધિકારીઓની મુશ્કેલીઓ વધી પણ શકે છે. 

1 વર્ષમાં દેશી દારૂમાં 70 હજાર ગુનાઓ દાખલ કરાયા 

ચાલું વર્ષે દેશી અને વિદેશી દારુ પકડવા ડ્રાઈવ ચાલું જ હતી. આ વર્ષમાં દેશી દારૂમાં 70 હજાર ગુનાઓ દાખલ કરાયા છે. 20 લિટરથી વધુ દારુ પકડાયો તો કોર્ટના માધ્યમથી જે તે વાહનો પણ છુટતા નથી અને પડ્યા રહે છે. આ કેસોમાં કેટલાક સંજોગોમાં ફાંસી સુધીની સજા થાય છે. 2022ના વર્ષમાં 3 કરોડ 48 લાખના દેશી દારુ સહીતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.  

વિદેશી દારુના 15,512 ગુનાઓ 

વિદેશી દારુ મામલે દારુના 15,512 ગુનાઓ 2022માં નોંધાયા છે. 4,838 વાહનો જપ્ત કરાયા છે. આ સિવાય 18,379 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 314ની પાસા હેઠળ ધરપક કરાઈ છે. આ ઉપરાંત 173 જેટલા બુટલેગરને તડીપાર કરાયા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *