Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

૧૪૫મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાઈટેક સિક્યુરીટીથી બાજ નજર રાખવામાં આવશે

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું. ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

અમદાવાદ, તા.૨૭

આગામી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રની પરવાનગી વિના આ રથયાત્રામાં ચકલી પણ પ્રવેશ મેળવી શકશે નહીં. આ અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરતાં રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યુ હતું કે, બે વર્ષ બાદ નીકળતી આ રથયાત્રા ઐતિહાસિક હશે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ના હતું. ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથની નગરચર્યાએ નીકળશે અને રાજ્યના પોલીસ વિભાગ તરફથી ખાસ સિક્યોરિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

રથયાત્રાને લઇ યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર રહ્યા હતા. ૧૪૫મી રથયાત્રાની સુરક્ષા મુદ્દે ખાસ આયોજન વિષે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાઈટેક સિક્યુરિટી સાથે આ વર્ષે ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની મદદથી પોલીસ ખાસ સુરક્ષા પર નજર રાખશે. હાઈટેક ડિટેક્શન સીસીટીવી સહિતની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. સાથે પેરામીલીટ્રી અને SRP સહિતની ફોર્સ પણ રથયાત્રાની સુરક્ષામાં જાેડાશે.

તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, આ રથયાત્રામાં બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામા આવશે. સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવાવાળા ઉપર સાયબર પોલીસની સતત વોચ રાખવામા આવશે. CID ક્રાઇમ પણ ધ્યાન રાખશે. સ્થાનિક પોલીસ, એસઆરપી, બીડીડીએસ પેરા મિલિટરી ૨૫ કંપની નો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે.

ગુનેગારો સામે અટકાયતી પગલાં લેવામાં આવશે. પોલીસ દ્વારા શાંતિ સમિતિ મિટિંગ યોજવામાં આવશે. તો પોલીસ કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રથયાત્રામાં ડીઆઇજી અને આઇજી ૬૦ ડીવાયએસપી, ૨૧ એસઆરપી સહિત કુલ ૩૮ મોટા અધિકારી જાેડાશે. તો સાથે ૨૦૦૦ વધારાની પોલીસ પણ પૂરી પાડવામાં આવશે. સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સૌરક્ષા માટે ડ્રોનની વ્યવસ્થા અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રેઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષ બાદ યોજાઇ રહી છે. કોરોનાને કારણે બે વર્ષ સુધી ભક્તો ભગવાનની રથયાત્રાનો લ્હાવો લેવાથી વંચિત રહ્યા હતા. આ વખતે રથયાત્રા નીકળી રહી છે જેથી ખુબ મોટા પ્રમાણમાં ભાવિકો ઉમટી પડે તેવા રિપોર્ટ છે. આ સાથે આઇબીના રિપોર્ટમાં પણ કેટલાંક તોફાની તત્વો વાતાવરણ ડહોળી શકે તેવી શક્યતાને જાેતા પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી હાઇટેક અને લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સૌ પ્રથમવાર હેલીકોપ્ટરથી હવાઇ સર્વેક્ષણ કરવામાં આવશે. જે અંગે પોલીસ કમિશનરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીકોપ્ટરમાં રથયાત્રાના રૂટ પર હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *