બ્રૉડ ગ્રુપની ફૅક્ટરીમાં મોટાં કન્ટેનર્સ અને અન્ય બિલ્ડિંગ-મૉડ્યુલ્સ તૈયાર કરીને બિલ્ડિંગની સાઇટ પર લાવવામાં આવ્યાં અને આવશ્યકતા મુજબ સેટ કરવામાં આવ્યાં હતાં.
ચીનના ચાંગશા શહેરમાં બ્રૉડ ગ્રુપ નામના બિલ્ડિંગ ડેવલપરે માત્ર ૨૮ કલાક અને ૪૫ મિનિટમાં ૧૦ માળનું રહેણાક બિલ્ડિંગ ઊભું કરી દીધું હતું. બ્રૉડ ગ્રુપે ૧૩ જૂને એની યુટ્યુબ ચૅનલ પર લગભગ પાંચ મિનિટનો વિડિયો અપલોડ કરીને આ બાંધકામ કઈ રીતે કર્યું એનો ચિતાર આપ્યો છે.
સ્કાયસ્ક્રૅપર મકાનો ઓછામાં ઓછા સમયમાં તૈયાર કરવા માટે સુવ્યવસ્થિત આયોજન, પર્યાપ્ત માનવબળ તેમ જ સાનુકૂળ વાતાવરણ હોવું આવશ્યક છે. જોકે આટલા ઓછા સમયમાં ૧૦ માળનું બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરાયું એનો જવાબ છે પ્રિફૅબ્રિકેટેડ બાંધકામ પદ્ધતિથી આ સંભવ બન્યું છે. બ્રૉડ ગ્રુપની ફૅક્ટરીમાં મોટાં કન્ટેનર્સ અને અન્ય બિલ્ડિંગ-મૉડ્યુલ્સ તૈયાર કરીને બિલ્ડિંગની સાઇટ પર લાવવામાં આવ્યાં અને આવશ્યકતા મુજબ સેટ કરવામાં આવ્યાં હતાં.