જ્યારે અરવિંદ કેજરીવાલની કામની રાજનીતી થકી દેશના લોકોના દિલમાં જગ્યા બનાવી છે ત્યારે ભાજપ હુમલાની રાજનિતીમાં ઉતરી આવ્યું છે. મુદ્દો શું છે લોકશાહીમાં વિરોધ કરવા જોઈએ પરંતુ કયા મુદ્દાનો અને કઈ રીતે કરવો તેની સમજ નથી : ગોપાલ ઈટાલિયા
અમદાવાદ,
ગઈ કાલે આપ પાર્ટીના સુપ્રીમો અને અરવિંદ કેજરીવાલ પર બીજેપીના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો આક્ષેપ આપ પાર્ટીએ લગાવ્યાે હતો. આ મામલે ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પંજાબમાં ઐતિહાસિક સીટો મેળવી છે અને 2 રાજ્યોમાં સરકાર ઓછા સમયમાં બની છે ત્યારે બીજેપીના નેતાઓ ઉશ્કેરાઈ અને ડરી ગયા છે. જે રીતે આપ પાર્ટી દેશમાં આગળ વધી રહી છે જેના કારણે રઘવાયેલ થયેલ બીજેપીએ આપ પાર્ટીના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે નિર્લજતા પૂર્વક હુમલો કર્યો હતો અને ઘરનો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો, કેમેરાઓ તોડ્યા છે.
જ્યારે અરવિંદ કેજરીવાલની કામની રાજનીતી થકી દેશના લોકોના દિલમાં જગ્યા બનાવી છે ત્યારે ભાજપ હુમલાની રાજનિતીમાં ઉતરી આવ્યું છે. મુદ્દો શું છે લોકશાહીમાં વિરોધ કરવા જોઈએ પરંતુ કયા મુદ્દાનો અને કઈ રીતે કરવો તેની સમજ નથી. અમે પણ કમલમમાં વિરોધ કર્યો હતો. શાનથી વિરોધ કર્યો હતો. પરંતુ જ્યાં અરવિંદ કેજરીવાલને પરીવાર જ્યાં રહે છે ત્યાં હુમલો કરવાની આ રીત નથી. પેપરો ફૂટે, ભ્રષ્ટાચાર થાય ત્યાં વિરોધ કરો. હુમલાની રાજનીતીનો જવાબ કામની રાજનીતીથી આપ પાર્ટી આપશે. તેવું ગોપાલ ઈટાલિયાએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું.